મહીસાગર કલેક્ટર નેહાકુમારીની મુશ્કેલીમાં વધારો: રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે DGP પાસે રિપોર્ટ માંગ્યો | NCSC seeks report from DGP regarding Mahisagar Collector Nehakumari’s case

HomeMahisagarમહીસાગર કલેક્ટર નેહાકુમારીની મુશ્કેલીમાં વધારો: રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે DGP પાસે રિપોર્ટ...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

બોડાણા સર્કલ પાસે પાણીની લાઇનમાં ભંગાણથી પાણીનો વેડફાટ રોકવા મરામત

ડાકોર નગરપાલિકા તંત્ર કામે લાગ્યુંકોન્ટ્રાક્ટર અને પાલિકા તંત્રની મિલીભગતથી નબળી કામગીરીના આક્ષેપ કોન્ટ્રાકટર પાસેથી રોડ-રસ્તાના કામો અને ગટરના કામોનો ભ્રષ્ટ્રાચાર ઉજાગર થશે ડાકોરમાં રણછોડરાયજીના મંદિર જવાના...

Mahisagar Collector Nehakumari’s Case : મહીસાગરના કલેક્ટર નેહાકુમારી વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટના દુરુપયોગ બાબતે કોમેન્ટને લઈને આગામી 6 ડિસેમ્બરે આંદોલન થવા જઈ રહ્યું છે, ત્યારે આંદોલન અગાઉ નેહાકુમારી સામે વધુ એક નવી સમસ્યા આવી છે. જેમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા DGPને નોટિસ મોકલીને 15 દિવસની અંદરમાં સમગ્ર ઘટનાનો એક્શન ટેકન રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. 

શું છે સમગ્ર મામલો?

મહીસાગરના જિલ્લા કલેક્ટર નેહાકુમારીએ સરકારી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લોકોની સમક્ષ જાહેર પ્રશ્નો બાબતે વાર્તાલાપમાં નાગરિકો સાંભળી શકે તે રીતે તિરસ્કાર અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેમાં નેહાકુમારીએ ‘ચપ્પલ ખોલ કે મારને જેસી હૈ’ જેવા શબ્દોથી અનુસૂચિત જાતિના અરજદારનું અપમાન કર્યું હતું. આ મામલે દલિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઈને દલિતો દ્વારા વિરોધ નોંધાવી રહ્યાં છે. સમગ્ર મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આગામી છઠ્ઠી ડિસેમ્બરના રોજ લુણાવાડા ખાતે મોટો કાર્યક્રમ આયોજિત કરવાની જાહેરાત કરી હતી. 

આ પણ વાંચો: ‘મોબાઈલની સ્ક્રીન તૂટી…ને થઈ હત્યા’, પારડીમાં સગીરની હત્યાનો ઉકેલાયો ભેદ

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે DGPને નોટિસ મોકલી

સમગ્ર મામલે એક અરજદાર સંજય પરમારે  રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં નેહા કુમારી સામે એટ્રોસિટી એક્ટ સહિત માનવ અધિકાર હનન જેવા ગંભીર આરોપો સાથે ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા કાર્યવાહી કરતા ગુજરાત રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)ને નોટિસ મોકલવામાં આવી છે. જેમાં ડીજીપીએ સમગ્ર ઘટના અંગે 15 દિવસની અંદરમાં આયોગને એક્શન ટેકન રિપોર્ટ મોકલવા જણાવ્યું છે. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon