મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પર વિજય રૂપાણીની પ્રતિક્રિયા

HomeGandhinagarમહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પર વિજય રૂપાણીની પ્રતિક્રિયા

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

મુંબઈ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મહારાષ્ટ્રના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને પણ નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. આ બંને નેતાઓની મહારાષ્ટ્રમાં પાર્ટી વિધાયક દળના નેતાની ચૂંટણી માટે નિમણૂક કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 4 ડિસેમ્બરે ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. વિધાનસભ્ય દળની બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે જે બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવશે. આ અંગે વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હોય શકે તે અંગે ઈશારો કર્યો છે.

“સર્વ સંમતિથી નેતાની પસંદગી થશે”

વિજય રૂપાણીએ એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, “આજે સાંજે હું મુંબઈ જવાનો છું. આવતીકાલે સવારે 11 કલાકે અમારી બેઠક છે. જેમાં અમે ચર્ચા વિચારણા કરીશું. જે બાદ સર્વ સંમતિથી નેતાની પસંદગી થશે અને તે બાદ હાઈકમાન્ડને જાણ કરાશે. જે બાદ તેમનું નામ જાહેર કરવામાં આવશે. મને લાગે છે કે, આમાં કોઈ વિડંબણા નથી. કારણ કે ત્રણેય ઘટકો સાથે હાઈકમાન્ડે ચર્ચા કરી છે. કોઈપણ મુશ્કેલી નથી અને સર્વ સંમતિથી જ બધું થશે.”

“બીજેપી સૌથી મોટી પાર્ટી બની છે”

આ સાથે તેમણે જણાવ્યું છે કે, “આમાં સૌથી મોટી પાર્ટી બીજેપી બની છે. બીજુ કે, શિંદેજીએ એ કહ્યું હતું કે, ભાજપના સીએમ બને તો મને કોઈ વાંધો નથી. એટલે મને લાગે છે કે, આ વખતે મુખ્યમંત્રી બનવાનો વારો ભાજપનો છે તેવી સંભાવના છે.”

નોંધનીય છે કે, મહારાષ્ટ્રના સીએમની રેસમાં દેવેન્દ્ર ફડણવીસ શરૂઆતથી જ આગળ ચાલી રહ્યા હતા. તેમના નામને લઈને ત્રણેય પાર્ટીમાં સહમતિ દેખાઈ રહી છે. ફડણવીસ મહારાષ્ટ્રમાં ભાજપના મોટા નેતા છે. તેમના નેતૃત્વમાં જ ભાજપને મોટી જીત મળી છે.

મહાયુતિ ગઠબંધનને કુલ 236 બેઠકો મળી

ચૂંટણીના પરિણામ પર નજર નાખીએ તો, મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ બેઠકો 288 છે. જેમાંથી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનને કુલ 236 બેઠકો મળી છે. ભાજપે સૌથી વધુ 132 બેઠકો મેળવી છે. આ સાથે શિવસેનાને 51 બેઠકો અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને 46 બેઠકો મળી છે. તો સામે વિપક્ષી મહા વિકાસ આઘાડી ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. વિપક્ષમાં શિવસેનાએ સૌથી વધુ 20 બેઠકો, કોંગ્રેસે 16 બેઠકો અને શરદ પવારની NCP (SP)ને 10 બેઠકો પર જીત મળી છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર





Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon