મહાઠગ કિરણ પટેલ અંગે મોટો ઘટસ્ફોટ, બાયડના ખેડૂતે કર્યા મોટા ખુલાસા

HomeAravalliમહાઠગ કિરણ પટેલ અંગે મોટો ઘટસ્ફોટ, બાયડના ખેડૂતે કર્યા મોટા ખુલાસા

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

અરવલ્લી: મહાઠગ કિરણ પટેલ અંગે મોટો ઘટસ્ફોટ થયો છે. ATSએ ભોગ બનનાર અરવલ્લીના ખેડૂતોની પૂછપરછ કરી છે. જ્યારે બાયડના ખેડૂત આશિષ પટેલે મોટા ખુલાસા કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, કિરણ લાલ લાઈટવાળી ગાડીમાં ફરતો હતો. 2015 પહેલાથી મહાઠગના કારનામા યથાવત છે. પહેલા સીએમઓમાં જોડાયેલા હોવાની ઓળખ આપતો હતો.

અલ્હાબાદના જજને CJI બનાવવાની લાલચ આપી હતી

ખેડૂત આશિષ પટેલના જણાવ્યા અનુસાર, કિરણે ગઢડાની એક સંસ્થાના મોટા સંત સાથે પણ ઠગાઈ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. મહાઠગે 6 કરોડનું ફુલેકુ ફેરવ્યાનો ઘટસ્ફોટ થઇ રહ્યો છે. ઉપરાંત એક પૂર્વ મંત્રીના મોટા ભાઈને પણ મહાઠગે છેતર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. રિનોવેટના બહાને મકાન પચાવી વસ્તુપૂજન કર્યું હતું. આટલું જ નહીં, અલ્હાબાદના જજને CJI બનાવવાની લાલચ પણ આપી હતી. નોંધનીય છે કે, છેતરાયેલા ખેડૂતો સરકાર પાસે મદદ માગી રહ્યા છે. જ્યારે આ મહાઠગે આશિષ પટેલ સહિત 13 ખેડૂતો છેતરાયા હતા.

આ પણ વાંચો: 
કિરણ પટેલનો ભવ્ય બંગલો, ફાર્મ હાઉસ, વૈભવી કાર્સ જોઇને આંખો પહોળી થઇ જશે

કિરણે પોતે દેશના વરિષ્ઠ સરકારી અધિકારી તરીકે ઓળખ આપી હતી

પીએમઓના એડિશનલ ડાયરેક્ટર તરીકે નકલી ઓળખ આપી જમ્મુ કાશ્મીરમાં વીઆઇપી સિક્યોરિટી સાથે ફરતા ગુજરાતી કિરણ પટેલની જમ્મુ કશ્મીર પોલીસે ધરપકડ કરી લીધી છે. કિરણે પોતે દેશના વરિષ્ઠ સરકારી અધિકારી તરીકે ઓળખ આપી હતી. VIP સુરક્ષા કવચ સાથે તે જમ્મુ કાશ્મીરમાં સરકારી બુલેટ પ્રૂફ વાહનમાં ફરતો હતો. કિરણ સામે નાણાકીય તેમજ ભૌતિક લાભ મેળવવા માટેના આશય સાથે IPCની વિવિધ કલમો હેઠળ છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. આ સમાચાર મળતાની સાથે ગુજરાતમાં પણ આ સમાચારની ચર્ચાએ જોર પકડ્યું છે.

આ કેસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે

પીએમઓના એડિશનલ ડાયરેક્ટર તરીકે નકલી ઓળખ આપી જમ્મુ કાશ્મીરમાં VIP સિક્યોરિટી સાથે ફરતા કિરણ પટેલની જમ્મુ કશ્મીર પોલીસે ધરપકડ કરી છે. કિરણ પટેલને પકડ્યા બાદ આ કેસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. તે અમદાવાદમાં પણ કરોડો રૂપિયાની ઠગાઈ કરી ચૂક્યો હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. કિરણ પટેલ પોતાની ઓળખ વડાપ્રધાનના કાર્યાલયમાં એડિશનલ ડિરેક્ટર (સ્ટ્રેટેજી અને કેમ્પેઈન) તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર





Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon