- પાલીતાણા પોલીસે ફળની લારીમાંથી સામાન રસ્તા પર ફેંક્યો
- વેપારી પોલીસને પગે લાગી કરગરી રહ્યો છે
- બે હાથ જોડીને કહી રહ્યો છે- ‘બે ટંકનું ખાવાનું આપો, ઘરે જાઉ’
પોલીસ પ્રજાની સુરક્ષા માટે હોય છે. પોલીસ વિભાગ કાયદાનું પાલન અને શાંતિ જાળવવા માટે કામ કરે છે, પરંતુ જ્યારે પોલીસ કર્મચારીઓ જ અરાજક બની જાય, તો કોને કહેવા જવું. આવો જ એક કિસ્સો ગુજરાતમાંથી સામે આવ્યો છે. જેમાં પોલીસની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ખાખીનો રૌફ જમાવતા હોય તેમ ફ્રૂટની લારી ચલાવીને પેટિયુ રળતા એક વેપારીનો માલસામાન ફગાવી દેવામાં આવ્યો હતો. પોલીસ કર્મચારી દ્વારા વેપારીનો માલ ફગાવી દીધો હોવાનો આક્ષેપ વીડિયોમાં થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં પાલીતાણાનો ઉલ્લેખ થઈ રહ્યો છે. જો કે આ વીડિયો ક્યાંનો છે, તેની હજુ સુધી પુષ્ટિ નથી થઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસની પેટ્રોલિંગ વાન ઉભી રહી છે. જેની નીચે રસ્તા પર ફ્રુટ વેરવિખેર પડ્યા છે. જ્યારે એક શખ્સ પગે લાગી રહ્યો છે અને કહી રહ્યો છે કે, ધંધો કરવા દો સાહેબ. મોટે-મોટેથી બૂમો પાડી શખ્સ કહી રહ્યો છે કે, દારૂ વેચવાનું કહે છે. મને બે ટંક ખાવાનું આપો, તો હું ઘરે જઉ.