કપડવંજ: ટાઉન પોલીસ માણસા શહેરમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે બેન્ક પાસે ચોરી કરવાના ઈરાદા સાથે રેકી કરવા ઉભેલી ત્રણ મહિલાઓ પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. શંકા જતાં પોલીસે આ ત્રણેય મહિલાની પૂછપરછ કરી. સૌપ્રથમ નામઠામ પૂછતા આ ત્રણેયે પોતાના નામ નિકિતા સજ્જનસિંહ ભાનેરીયા (સીસોદીયા), દખોબાઈ વિજેન્દ્ર સિસોદીયા અને શબાના બ્રીજેશ સિસોદીયા (તમામ રહે. રાજગઢ, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, ઈગુજકોપ, હ્યુમન સોર્સથી તેમજ બીજા રાજ્યના પોલીસ વિભાગ સાથે સંકલનમાં રહીને તપાસ કરતા મોટી માહિતી બહાર આવી હતી. જેમાં આ ત્રણેય મહિલાઓ કડીયા સાંસી ગેંગની છે અને નિકિતા ભાનેરીયા નામની મહિલા આ ગેંગની મુખ્ય સૂત્રધાર હોવાનું જાણવા મળ્યું હતું.
આ ઘટના બાદ પોલીસે ત્રણેયની અટકાયત કરી, કાયદેસરના પગલા ભર્યા હતા. તપાસમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશનાં 25 જેટલા ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું. કપડવંજ શહેરમાં બેન્ક પાસે રેકી કરી ચોરીની ફિરાકમાં ઉભા હતા, ત્યારે પોલીસના હાથે આ ત્રણેય મહિલાઓ પકડાઈ ગઈ હતી. પોલીસ ઈન્ટ્રોગેશન દરમિયાન પકડાયેલી મહિલા મહારાષ્ટ્રના બે ગુના અને રાજસ્થાનનો એક ચોરીના ગુનાઓની કબુલાત કરી છે. આ ઉપરાંત 25 જેટલા ચોરીના ગુનામાં પણ ભાગેડુ હોવાનું ધ્યાને આવતા પોલીસે આ ત્રણેય આરોપી મહિલાને મહારાષ્ટ્ર પોલીસને સોંપવા માટે તજવીજ હાથ ધરી છે.
ચોરી કરવા આવેલી આ ત્રણેય મહિલાઓએ કઈ રીતે ચોરી કરવી તેની ખાસ તાલીમ પોતાના રાજ્યમાં લીધેલી છે. એ બાદ કોઈ ગામ કે શહેરને ટાર્ગેટ કરી પ્રાઇવેટ વાહનમાં આવી વાહન ગામની બહાર રાખી પોતે ગામમાં બેન્ક/એટીએમ/રેલ્વેસ્ટેશન/બસ સ્ટેન્ડ તેમજ ભીડભાડ વાળી જગ્યાઓએ રેકી કરી ભીડનો લાભ લઈ એકબીજાની મદદગારીથી માણસોની નજર ચુકવી થેલી/થેલામાંથી રોકડ રકમ/કિંમતી વસ્તુઓની તેમજ વોલેટ/પાકીટની ચોરી કરી ભોગ બનનાર પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલા ગામ, શહેર બહાર મુકેલ પોતાના વાહનમાં બેસી ભાગી જતા હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર