રાજેશ જોષી, પંચમહાલ: ગોધરામાં જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના ભાવ સાથે જ ‘પસ્તી દાન સે વિદ્યાદાન’ અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે અને જે અભિયાનને ખૂબ પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આ અભિયાનમાં જોડાયેલી તમામ વ્યક્તિઓ પણ વ્યવસાયી હોવા છતાં પણ આ સેવાયજ્ઞમાં સમય ફાળવી અન્યો માટે પણ પ્રેરણાદાયી બની રહ્યા છે. પ્રારંભિક તબક્કામાં સોશિયલ મીડિયાના માધ્યમથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનનો ઉદ્દેશ્ય એજ છે કે અભ્યાસ પૂર્ણ થયા બાદ મોંઘાદાટ પુસ્તકોને નજીવી કિંમતે પસ્તીમાં આપવામાં આવતાં પુસ્તકોને દાન કરીને જરૂરીયાતમંદ વિધાર્થીને મદદ રૂપ થવાનો ભાવ છે.
પસ્તીમાં આવતા પુસ્તકોનું કરાય છે દાન
ગોધરામાં રહેતાં અને એક મહિલા ઉધોગપતિ, નિવૃત શિક્ષકો, અધિવક્તા સહિતની ટીમે ભેગા મળી પસ્તીમાં વેચી દેવામાં આવતાં પુસ્તકો એકત્રિત કરી અન્ય જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને પહોંચાડવાનું એક અભિયાન શરૂ કર્યુ અને જેની શરૂઆત પણ પોતાના ઘરેથી કરી છે. ‘પસ્તીદાન સે વિદ્યાદાન’ અભિયાનને હાલ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. અભ્યાસ દરમિયાન મુખ્ય પરીક્ષાઓ પૂરી પણ થયા બાદ વિદ્યાર્થીઓના પરિણામ આવી જતાં જ વાલીઓ અને વિદ્યાર્થીઓ જુના પુસ્તક અને શૈક્ષણિક સાહિત્યનો સામાન્ય રીતે નિકાલ કરી દેતાં હોય છે. બીજી તરફ આગામી વર્ષના શિક્ષણ કાર્ય માટે પરંપરા મુજબ માતા પિતા દર વર્ષે પુસ્તક, ડ્રેસ જેવી અનેક વસ્તુઓની પોતાના બાળકોના અભ્યાસ માટે ખરીદવાનું આયોજન કરતાં હોય છે.
આ પણ વાંચો:
અકળામણ થાય તેવી ગરમી હજુ તો રહેવાની, ભેજના કારણે થઈ રહ્યો છે ઉકળાટ
મધ્યમ વર્ગ માટે આશિર્વાદરૂપ છે આ અભિયાન
જ્યારે મધ્યમ વર્ગીય પરિવાર માટે બાળકોના અભ્યાસના માતબર ખર્ચને પહોચી વળવું અઘરૂ નહિં કઠિન થઈ પડે છે. જેથી આવી સ્થિતીમાં બાળકોનો અભ્યાસને પણ સીધી અસર પહોંચતી હોય છે. ગોધરા શહેર રહેતાં આવા પરિવારના બાળકોના માં-બાપની ચિંતા હળવી કરવાના ઉદેશ્યથી એક નવતર અભિયાન ચાલવામાં આવી રહ્યું છે. આ અભિયાન ગોધરાના સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ ગોધરા સીટી નેટવર્કના માધ્યમથી શહેરના શિક્ષણ ક્ષેત્રે અગ્રણી હોય એવા માર્ગદર્શકના સહયોગથી ‘પસ્તી દાન સે વિદ્યાદાન’ ખુબ અભિયાન હાલ ખૂબ જ તેજ ગતિ એ ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓ એ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અથવા પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ આગલા ધોરણમાં અભ્યાસ માટે જતાં હોય તેઓના પુસ્તક પસ્તીમાં આપવા ના બદલે આ અભિયાનમાં જોડાયેલા સ્વયંસેવકનો સંપર્ક કરી પુસ્તક પહોંચાડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:
32 વર્ષના યુવકની વાર્ષિક કમાણી 5 કરોડ સાંભળીને મોટા CEO પણ શરમાય જાય
લોકોએ શરૂ કરી અનોખી સેવા
‘પસ્તીદાન સે વિદ્યાદાન’ અભિયાનમાં અત્યાર સુધીમાં અંદાજીત ત્રણ હજાર કરતાં વધુ પુસ્તક એકત્રિત થઈ ચૂક્યા છે હજી પણ કલેક્શન કાર્ય ચાલી રહ્યું છે. આ અભિયાનની ટીમે એક એવું આયોજન પણ કર્યુ છે કે જેના પાસેથી પુસ્તકો મેળવી રહ્યા છે જેની યાદી બનાવી નોંધ રાખવામાં આવે છે પરંતુ જેને આપવાના છે એ ગુપ્તદાન તરીકે રાખવામાં આવ્યું છે. વળી કોઈપણ વિદ્યાર્થીઓને પુસ્તકો આપવા કે લેવામાં સંકોચ અનુભવાતો હોય તો ટીમના સભ્યો તેઓનો સામેથી સંપર્ક કરી પુસ્તકો લેવા અને આપવાની વ્યવસ્થા પણ કરવાનું આયોજન કરાયું છે. આ અભિયાનમાં જોડાયેલા સભ્યો જણાવે છે પુસ્તકો એકબીજાને ઉપયોગમાં લેવાથી નવા પુસ્તકો ઓછા પ્રિન્ટીંગ કરવા પડે અને જેના થકી વૃક્ષો બચાવ અને પર્યાવરણનું જતન થઈ શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર