અમરેલી: અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં માછીમાર પરિવાર વસવાટ કરે છે અને દરિયો ખેડીને રોજગારી મેળવે છે. દરિયાની વચ્ચે અનેક પ્રતિકૂળતા હોય છે. આ પ્રતિકૂળતાનો સામનો કરીને માછીમારો આવક રળતા હોય છે. ખાસ કરીને દરિયામાં મેડિકલ સારવાર મળવી મુશ્કેલ હોય છે. પરંતુ આજના આધુનિક યુગમાં હવે તે પણ સરળ થઈ રહ્યું છે. જાફરાબાદના દરિયામાં માછીમારી કરવા ગયેલા યુવાનની તબિયત બગડી હતી. જાફરાબાદ મરીન પોલીસની સ્પીડ બોટ યુવાન સુધી પહોંચી હતી અને રેસ્ક્યુ કરીને સારવારમાં ખસેડ્યો હતો.
જાફરાબાદની “રાધિકા પ્રસાદ” નામની બોટ દરિયામાં ગઈ હતી. ત્યારે બોટના ખલાસી રોનક બારૈયાની મધદરિયે તબિયત બગડી હતી. આ અંગે માછીમાર સમાજના પ્રમુખ કનૈયાલાલ સોલંકીને જાણ કરાઈ હતી અને કનૈયાલાલે તંત્રને જાણ કરી હતી. બાદ યુવાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મરીન પોલીસની સ્પીડ બોટ દ્વારા યુવાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
માછીમાર સમાજના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતું કે, “30 નોટિકલ માઈલ દરિયામાં ‘રાધિકા પ્રસાદ’ નામની બોટના ખલાસી રોનક બારૈયાની તબિયત બગડી હતી. આ અંગે મને મેસેજ મળ્યો હતો. બાદ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં મરીન પોલીસ સ્પીડ બોટથી ‘રાધિકા પ્રસાદ’ નામની બોટ સુધી પહોંચી હતી. યુવાનને દરિયા કિનારે લાવવામાં આવ્યો હતો. બાદ ખારવા સમાજની એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપીને જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદ વધુ સારવાર માટે રાજુલાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.”
આ પણ વાંચો:
આ મહિનામાં રાખો કેરીના બગીચાની કાળજી, પછી ઢગલાબંધ થશે ઉત્પાદન
કનૈયાલાલ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, “જાફરાબાદ મરીન પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં ન આવ્યું હોત તો યુવકનો જીવનું જોખમ વધી જાત. પરંતુ જાફરાબાદ મરીન પોલીસની ત્વરિત કામગીરીના કારણે યુવાનને તાત્કાલિક સારવાર મળી છે. તેમજ દરિયામાં અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે મરીન પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે છે.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
[ad_1]
Source link