- સંતરામપુર તાલુકાના સરપંચો અને આદિવાસી સમાજનું આવેદન
- રાજ્યમાં આદિવાસી મહિલાઓ સાથે બનતી ઘટનાઓ અંગે આવેદન પત્ર અપાયું
- આવેદનપત્ર આગળ મોકલી આપવા જણાવ્યું હતું
સંતરામપુર તાલુકાના વિવિધ સરપંચો અને આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસના રોજ મણીપુર રાજ્યમાં આદિવાસી મહિલાઓ સાથે બનતી ઘટનાઓ અંગે આવેદન પત્ર આપ્યું હતું.
જેમાં મણીપુર રાજ્ય માં આદિવાસી મહિલાઓ ને નિઃ વસ્ત્ર્ર કરી સરધસ કાઢી વિડિયો બનાવી માનવતા વિરુદ્ધનું નિંદનીય કૃત્ય કરનાર ટોળાના તમામ નિલૅજજ તત્વોને સખ્ત માં સખ્ત સજા કરવાવા તેમજ દેશમાં અને રાજ્યોમાં બહુમતીથી ચુટાયેલી ભાજપની સરકારો હોવાં છતાં ભારત દેશના મુળ નિવાસી આદિવાસીઓને ભારતે આપેલા વિશેષ બંધારણના અધિકારોનું દિન પ્રતિદિન જાહેરમાં હનન પતન થઈ રહ્યુ હોવા છતાં સરકારો માત્ર મુક પ્રેક્ષક બની વ્યવહારો કરતી હોવાનું આપેલ આવેદનપત્રમાં જણાવ્યુ છે. ત્યારે આ તમામ બાબતોનું સંજ્ઞાન લઈને દેશમાં આવી વધતી જતી ધટના ઓને અટકાવવા યોગ્ય કરાવવા ની માગણી કરી હતી. તેમજ આ આવેદનપત્ર આગળ મોકલી આપવા જણાવ્યું હતું.