‘મજબૂર ના કરશો નહીંતર સીએમ-ગૃહમંત્રીના ઘરે હલ્લાબોલ કરીશું’, કરણી સેના-AAPની ચિમકી | Karni Sena and AAP have issued threats against the Gujarat government

HomeAhmedabad'મજબૂર ના કરશો નહીંતર સીએમ-ગૃહમંત્રીના ઘરે હલ્લાબોલ કરીશું', કરણી સેના-AAPની ચિમકી |...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Gujarat Government: એક તરફ, આમ આદમી પાર્ટીએ સરકારને ચિમકી આપી છે કે, હવે પછી આપના કાર્યકરો પર ખોટા કેસ કરવામાં આવશે તો, ગુજરાતમાં મુખ્યમંત્રીનો એકેય કાર્યક્રમ થવા દઈશું નહીં. બીજી તરફ, કરણી સેનાએ પણ સરકારને અલ્ટીમેટમ આપ્યુ છે કે, ‘ક્ષત્રિયોને મજબૂર ન કરો, નહીંતર ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના ઘરમાં ઘૂસી જઈશું.’

કરણીસેના-આમ આદમી પાર્ટીએ ચિમકી ઉચ્ચારી

ગુજરાતમાં વણસી રહેલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિનેદિને વણસી રહી છે. દુષ્કર્મના કેસમાં સંડાવાયેલાં ભાજપના કાર્યકરો અને નેતાઓ કોઈના કહેવાથી છૂટી જાય છે ત્યારે ખુદ સરકાર આપના નેતા-કાર્યકરો પર ખોટા કેસ કરી રહી છે. આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ચિમકી ઉચ્ચારી છે કે, ‘જો હવે પછી આપના કાર્યકર પર ખોટા કેસ કરવામાં આવશે તો, ગુજરાતમાં મુખ્યમંત્રીનો જ નહીં, એકેય સરકારી કાર્યક્રમ થવા દઈશુ નથી.’

આ પણ વાંચો: પૂણે : દારૂના નશામાં ડમ્પરચાલકે ફૂટપાથ પર સુતા 9 શ્રમિકોને કચડ્યાં, 2 બાળકો સહિત 3નાં મોત

રવિવારે (22મી ડિસેમ્બર) અમદાવાદના કુંજાડમાં આયોજીત ક્ષત્રિય એકતા મહાસંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતે સ્ટેજ પરથી સરકારને ચિમકી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘તપાસ કર્યા પછી જ ક્ષત્રિયોને  પોલીસે સંમેલનમાં આવવા દીધા હતાં. પોલીસ પ્રશાસન કાન ખોલીને સાંભળી લે. અમને મજબૂર ના કરો નહીંતર વિધાનસભામાં કૂચ કરીશું. મજબૂરવશ ક્ષત્રિયો મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના ઘરમાં ઘૂસી જઈશું.’


'મજબૂર ના કરશો નહીંતર સીએમ-ગૃહમંત્રીના ઘરે હલ્લાબોલ કરીશું', કરણી સેના-AAPની ચિમકી 2 - image



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon