અમરેલી: ખેડૂતો આધુનિક ખેતી કરી રહ્યા છે અને સારું ઉત્પાદન મેળવે છે. ઘણી વખતે ખેડૂતોને ખેત પેદાશના યોગ્ય ભાવ મળતા નથી અને ખેડૂતોને ઓછો નફો મળે છે. જેના કારણે અનેક ખેડૂતો ખેત પેદાશનું વેલ્યુ એડિશન કરી રહ્યા છે અને આગળ જતા આ બિઝનેસ કરતા થયા છે. આવી કહાની અમરેલી જિલ્લાના ચાવડના ખેડૂતને છે. ચાવડના ખેડૂત જસમીનભાઈ પટેલ પાસે 10 વિઘા જમીન છે અને ખેડૂતે 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. મગફળીનું વેલ્યુ એડિશન કરી તેલ બનાવે છે અને બાદ મગફળીના તેલનું વેચાણ કરે છે.
ખેડૂત જસમીનભાઈએ જણાવ્યું હતું કે, “મારા દાદા સાથે હું મગફળીની તેલ તૈયાર કરવા જતો હતો. આ ઘાણી આખું વર્ષ ચાલતું હતું. મગફળીનું તેલ ખાઈને લોકો નિરોગી રહેતા હતાં. બાદ મગફળીના ભાવ ઘટાવા લાગ્યા છે. દવા, ખાતર, બિયારણના ભાવમાં વધારો થયો છે. ઓછો નફો મળી રહ્યો છે. ત્યારે મગફળીના ભાવ યોગ્ય મળી રહે તે માટે પાકનું વેલ્યુ એડિશન કરવું વિચાર્યું હતું. બાદ સૌરાષ્ટ્રના જૂના ઘાણા અને ઓઇલ મીલની મુલાકાત લીધી હતી. બાદ એક નાનું ઓઇલ મીલ શરૂ કરવાનો વિચાર કર્યો હતો.”
ખેડૂતે જણાવ્યું હતું કે, “મગફળીનું વેલ્યુ એડિશન કરી તેલ બનાવવામાં આવે છે. બાદ તેલનું વેચાણ કરવામાં આવે છે. સાથે મગફળીના ખોળનું પણ વેચાણ કરવામાં આવે છે. હાલ એક વર્ષમાં પાંચ હજારથી લઈને સાત હજાર તેલના ડબ્બાનું વેચાણ થઈ રહ્યું છે. એક ડબ્બે 200 રૂપિયાથી લઈને 350 રૂપિયા મળે છે. તેમજ અમારી વાડીની મગફળી હોવાના કારણે વધારે નફો મળે છે. તેમજ અન્ય ખેડૂત પાસેથી મગફળી ખરીદીને પીલાણ કરવામાં આવે તો ઓછો નફો મળે છે.”
આ પણ વાંચો:
700 વર્ષ જૂની ટાંગણિયા હસ્તકલાએ મહિલાઓને બનાવી આત્મનિર્ભર, વાર્ષિક 18 લાખની કમાણી
ખેડૂતે વધુમાં કહ્યું હતું કે, “ખેતી સાથે આ એક બિઝનેસ પણ છે. વેલ્યુ એડિશનના કારણે સારા ભાવ મળે છે. વર્ષે 10 લાખ રૂપિયાનું મગફળીના તેલનું વેચાણ કરવામાં આવે છે. વેલ્યુ એડિશન માટે થોડીક મહેનત પડે છે. પરંતુ ભાવ મળી રહે છે. ખેડૂતોએ ખેત પેદાશના ભાવ મેળવવા માટે આગળ જતા ખેત પેદાશનું વેલ્યુ એડિશન કરવું પડશે.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર