ભૂજ: નખત્રાણામાં 937 કરોડના ખર્ચે બનશે 45 કિમીનો ફોર લેન હાઈ સ્પીડ કોરિડોર, CM ભૂપેન્દ્ર પટેલે આપી દીધી મંજૂરી

HomeGandhinagarભૂજ: નખત્રાણામાં 937 કરોડના ખર્ચે બનશે 45 કિમીનો ફોર લેન હાઈ સ્પીડ...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગો સહિતના અગત્યના માર્ગોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો અભિગમ અપનાવ્યો છે.

આ હેતુસર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી નખત્રાણા સુધીનો 45 કિલોમીટર રોડ ફોર લેન હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવા રૂ. 937 કરોડ મંજૂર કર્યા છે.

હાલની સ્થિતિએ 10 મીટર પહોળાઈનો આ માર્ગ હાઈ સ્પીડ કોરિડોર થવાથી સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ માતાના મઢ તેમજ નારાયણ સરોવર અને ધોરડો તથા સફેદ રણ જેવા પ્રવાસન સ્થળે આવાગમન માટે ભવિષ્યમાં વધુ સુગમતા થશે.

એટલું જ નહીં, આ રસ્તો આંતરરાષ્ટ્રીય સરહદ અને પાનન્ધ્રો લિગ્નાઈટ માઈન્સને જોડતો સૌથી મહત્વનો માર્ગ હોવા ઉપરાંત આ અંતરિયાળ જિલ્લાને રાજ્યના અન્ય જિલ્લાઓ તેમજ દેશના અન્ય રાજ્યોના જિલ્લાઓ સાથે જોડતો રસ્તો પણ છે.

આમ, 45 કિ.મી.નો આ ભુજ-નખત્રાણા માર્ગ ફોર લેન હાઈ સ્પીડ કોરિડોર થવાથી સરળ, ઝડપી અને ઈંધણ બચત યુક્ત યાતાયાત ભવિષ્યમાં શક્ય બનશે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon