ભુસ્તર તંત્ર દ્વારા વધુ ચાર વાહનો સાથે એક કરોડનો મુદ્દામાલ જપ્ત | Four more vehicles along with valuables worth Rs 1 crore seized by Bhustar system

HomeGandhinagarભુસ્તર તંત્ર દ્વારા વધુ ચાર વાહનો સાથે એક કરોડનો મુદ્દામાલ જપ્ત |...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

રજાના દિવસોમાં પણ રોડ પર ચેકિંગ સઘન બનાવાયું

રોયલ્ટી પાસ વગર રેતીની હેરાફેરી કરતા વાહનો તથા મશીનના માલિકો સામે પણ દંડનીય કાર્યવાહી હાથ ધરાશે

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં રેતીચોરી કરતા તત્વો ખુબ જ વધી રહ્યા છે
નદીના પટમાંથી તો રેતીનું ગેરકાયદે ખનન કરે જ છે સાથે સાથે રોયલ્ટી પાસ વગર
બિનઅધિકૃતરીતે રેતીનું વહન એટલે કે
,
હેરાફેરી પણ બેરોકટોક કરવામાં આવી છે. ત્યારે રવિવાર અને સોમવાર બે દિવસમાં
ભુસ્તર તંત્ર દ્વારા ચાર વાહનો-મશીનો ઝડપી પાડયા છે અને કુલ એક કરોડનો મુદ્દામાલ
જપ્ત કરવામાં આવ્યો છે.

ભુસ્તર તંત્ર દ્વારા હવે રવિવારની રજાના દિવસે પણ
રેતીચોરોને પકડવા ડ્રાઇવ કરવામાં આવી રહી છે. ગાંધીનગર કલેક્ટર મેહુલ દવેના
માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવસિંહની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના
મદદનીશ ભુસ્તરશાીની કચેરી
,
ભુસ્તર વિજ્ઞાાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી સતત
બિનઅધિકૃત ખનીજ ખનન
, વહન અને
સંગ્રહ અન્વયેની કામગીરી દરમ્યાન રવિવારના રોજ સાદીરેતી ખનિજના બિનઅધિકૃત વહન કરતા
કુલ ચાર વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગરના વલાદ
,વૈષ્ણોદેવી સર્કલ
પાસેથી રોયલ્ટી પાસ વગર રેતીની હેરાફેરી કરતા બે ડમ્પરો પકડવામાં આવ્યા હતા. આ
ઉપરાંત સોમવારે ઉવારસદ કર્ણવતી યુનિ. પાસેથી વધુ બે ડમ્પર બિનઅધિકૃત વહન કરતા પકડી
પાડવામાં આવ્યા હતા. આ સાથે કુલ એક કરોડનો મુદ્દામલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ
વાહનો તથા મશીનોના માલિકો વિરૃધ્ધ પણ ગુજરાત મિનરલના નિયમો અંતર્ગત દંડનીય
કાર્યવાહી કરવામાં આવશે તેમ ભુસ્તર તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon