Last Updated:
ન્યૂઝ 18 ગુજરાતીએ આ વિરાંગનાઓ સાથે કરી ખાસ વાતચીત
ભુજ: ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. તેમાંય ખાસ ભુજની તેઓએ મુલાકાત લીધી. ભુજમાં એક જાહેર સભાને સંબોધતા પહેલા પ્રધાનમંત્રીનું અભિવાદન કરવામાં આવ્યું. ત્યારે વર્ષ 1971 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં મહત્વનો ભાગ ભજવનાર ભુજના માધાપરની વિરાંગનાઓએ પ્રધાનમંત્રીને સિંદૂરનો છોડ ભેટ આપ્યો. આ સમયે સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સિંદૂરનો આ છોડ પીએમ હાઉસમાં વાવવામાં આવશે અને આ સિંદૂરનો છોડ વટવૃક્ષ બનશે. સાથે જ 1971ની લડાઈની વિરાંગનાઓની શૌર્યગાથાની પણ તેઓએ સરાહના કરી.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ આતંકવાદ સામે જડબાતોડ જવાબ આપ્યો અને ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાન અને આતંકવાદીઓને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો અને સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું. દેશભરમાં સેનાના આ શૌર્યના વખાણ થઈ રહ્યા છે તેમજ દેશભરમાં તિરંગા યાત્રાઓ પણ નીકળી રહી છે. તેવામાં ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. તેઓની આ બે દિવસની મુલાકાતમાં પ્રથમ દિવસે વડોદરા અને દાહોદ બાદ ભુજ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ભુજ એરપોર્ટથી સભા સ્થળ સુધી રોડ શો યોજ્યો જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. ત્યારબાદ એક જાહેર સભાનું આયોજન પણ કરાયું હતું. આ સમયે 1971ના ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન ગુજરાતના ભુજમાં ભારતીય વાયુસેનાના ક્ષતિગ્રસ્ત રન-વેને માત્ર 72 કલાકમાં રાતોરાત ફરીથી બનાવીને માધાપરની વિરાંગનાઓએ ભારતીય સેનાને મદદ કરી હતી.
માધાપરની આ બહાદુર મહિલાઓએ પીએમ મોદીને સિંદૂરનો છોડ ભેટમાં આપ્યો. ભેટ તરીકે છોડ સ્વીકાર્યા પછી, પીએમએ સભા સંબોધતા કહ્યું કે આ છોડ પ્રધાનમંત્રી નિવાસસ્થાને વાવશે. આ છોડ પીએમ આવાસમાં વટવૃક્ષ બનશે. બહાદુર મહિલાઓ, જેમાં 80 વર્ષીય કાનબાઈ હિરાણી, 83 વર્ષીય શાંબાઈ ખોખાણી, 82 વર્ષીય લાલબાઈ ભૂરિયા અને 75 વર્ષીય સમુ ભંડારીનો સમાવેશ થાય છે, PM એ તેમની સાથે વાત કરી અને 1971માં ભારતીય વાયુસેનાના ક્ષતિગ્રસ્ત રન-વેને 72 કલાકમાં રિપેર કરવાની પોતાની યાદો શેર કરી.
આ વિરાંગનાઓએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે 1971ના યુદ્ધ દરમિયાન, પાકિસ્તાને ભુજમાં આપણા વાયુસેના બેઝના રન-વે પર બોમ્બથી હુમલો કર્યો હતો. જેના કારણે રન-વેને નુકસાન થયું હતું અને તેને રિપેર કરવામાં 4 થી 6 મહિનાનો સમય લાગશે તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ વાયુસેનાના અધિકારીઓએ અમારી સાથે રન-વેને થયેલા નુકસાન અને તેના સમારકામ વિશે વાત કરી. ત્યારબાદ, અમે માધાપુરની 300 મહિલાઓએ મળીને 72 કલાકથી ઓછા સમયમાં રન-વેનું સમારકામ કર્યું અને તે જ રન-વે પરથી ભારતીય વાયુસેનાના ફાઇટર વિમાનોએ ઉડાન ભરી અને પાકિસ્તાનને પછાડ્યું. તેઓએ કહ્યું કે જ્યારે અમે રન-વે રિપેર કરવા પહોંચ્યા, ત્યારે અમને કહેવામાં આવ્યું કે જો એક સાયરન વાગે તો તમારે બંકર સુધી સુરક્ષિત રીતે પહોંચવું પડશે, બીજા સાયરન પર તમે બહાર આવીને તમારું કામ શરૂ કરી શકો છો. રન-વે બન્યા પછી અને ભારત યુદ્ધ જીત્યા પછી, અમને 50,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું, જેનાથી અમને પંચાયત ગૃહમાં એક ઓરડો બનાવવામાં આવ્યો.
Ahmedabad,Gujarat
[ad_1]
Source link