02
આ અંગે માહિતી આપતા લોહાણા મહિલા મંડળના હિરલબેન ઠક્કર જણાવે છે કે, આ મહિલા મંડળ દ્વારા દર વર્ષે જુદી જુદી સ્પર્ધાઓ રાખવામાં આવતી હોય છે. જેમાં દિવાળી નિમિત્તે આ વખતે એક જ દિવસે ત્રણ સ્પર્ધા રાખવામાં આવી છે. આ ત્રણ સ્પર્ધાઓમાં દીવા ડેકોરેશન, તોરણ મેકિંગ અને રંગોળી સ્પર્ધા યોજાશે. જે આગામી 25 ઓક્ટોબર શુક્રવારે ભુજમાં કતીરા હોલમાં રાખવામાં આવ્યું છે. જેનો સમય સાંજે પાંચથી છ વાગ્યા સુધીનો રહેશે.