ભાવનગર મનપાએ મિલ્કત વેરો નહીં ભરનાર કુલ 686 મિલ્કતને સીલ માર્યા | Bhavnagar Municipal Corporation sealed a total of 686 property tax defaulters

HomeBHAVNAGARભાવનગર મનપાએ મિલ્કત વેરો નહીં ભરનાર કુલ 686 મિલ્કતને સીલ માર્યા |...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

– મનપાની માસ ડ્રાઈવના આશરે 15 દિવસમાં 583 મિલ્કત ધારકે વેરો ભર્યો 

– છેલ્લા 23 દિવસમાં મહાપાલિકાને મિલ્કત વેરાની કુલ રૂ. 5.05 કરોડની આવક : સોમવારે એક દિવસમાં 70 મિલ્કત સીલ માર્યા, 72 મિલ્કત ધારકે વેરો ભર્યો 

ભાવનગર : મહાપાલિકા દ્વારા દર વર્ષે એપ્રિલ-મે માસમાં રીબેટ યોજના આપવામાં આવે છે છતા ઘણા મિલ્કત ધારકો કોઈને કોઈ કારણસર મિલ્કત વેરો ભરતા નથી તેથી મહાપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. બાકી મિલ્કત વેરો વસુલવા માટે ભાવનગર મહાપાલિકાએ છેલ્લા કેટલાક દિવસથી માસ ડ્રાઈવ હાથ ધરી છે. મનપાએ કડક કાર્યવાહી કરતા બાકીદારોમાં દોડધામ મચી જવા પામી છે. માસ ડ્રાઈવના પગલે બાકીદારો વેરો ભરી રહ્યા છે અને વેરો ન ભરનારની મિલ્કત સીલ કરવામાં આવી રહી છે. 

ભાવનગર મહાનગરપાલિકાના મિલકત કર વિભાગ દ્વારા માસ જપ્તી અંતર્ગત કુલ-૩૫ વિભાગોના કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. આશરે છેલ્લા ૧પ દિવસથી મિલ્કત જપ્તીની કામગીરી કરવામાં આવી રહી છે, જેના અનુસંધાને અત્યાર સુધીમાં કુલ ૬૮૬ મિલ્કતને સીલ મારવામાં આવ્યા છે અને પ૮૩ મિલ્કત ધારકોએ વેરો ભર્યો છે, જયારે ૧,૧પ૯ મિલ્કત ધારક ઓટીઆઈએસ સ્કીમમાં જોડાયા છે. મહાપાલિકાને છેલ્લા ર૩ દિવસમાં કુલ રૂ. પ.૦પ કરોડની મિલ્કત વેરાની આવક થઈ છે. આજે સોમવારે મનપાની માસ ડ્રાઈવના પગલે ૭ર મિલ્કત ધારકે વેરો ભર્યો હતો અને મહાપાલિકાને ૩ર.૩૦ લાખની વેરાની આવક થઈ હતી. મિલ્કત વેરો નહીં ભરનાર ૭૦ મિલ્કતને સીલ મારવામાં આવ્યા હતા, જયારે ૧,૧પ૯ મિલ્કત ધારક ઓટીઆઈએસ યોજનામાં જોડાયા હતાં. વધુમાં માસ જપ્તીની સાથે મહાનગરપાલિકા દ્વારા સરકારની સુર્યઘર યોજના તથા ઇ-કેવાયસીની જાગૃતિ માટે પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જેમાં જોડાવા પણ ભાવનગર મહાપાલિકાએ અનુરોધ કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે, ભાવનગર મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગને ગત એપ્રિલ માસથી અત્યાર સુધીમાં આશરે કારપેટ સહિતની મિલ્કત વેરાની કરોડો રૂપીયાની આવક થઈ છે અને હજુ ત્રણ માસનો સમય બાકી છે. મહાપાલિકા દ્વારા મિલ્કત વેરો વસુલવા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં મહાપાલિકાના ૩પ વિભાગના પ૬૦ કર્મચારી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. દરેક કર્મચારીને ૧૦ જપ્તી વોરંટ આપવામાં આવ્યા હોવાનુ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે. મહાપાલિકાની માસ ડ્રાઈવના પગલે બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે અને ઘણા બાકીદારો હાલ વેરો ભરી રહ્યા હોવાનુ જાણવા મળેલ છે. આગામી દિવસોમાં પણ માસ ડ્રાઈવ શરૂ રહેશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે. 

માસ ડ્રાઈવના પગલે મહાપાલિકાની મિલ્કત વેરાની આવક વધી 

ભાવનગર મહાપાલિકાની માસ ડ્રાઈવની કામગીરીના પગલે ચાલુ ડિસેમ્બર માસમાં મિલ્કત વેરાની આવકમાં વધારો થયો છે. ચાલુ ડિસેમ્બર માસમાં મહાપાલિકાને મિલ્કત વેરાની કુલ રૂ. પ.૦પ કરોડની આવક થઈ છે, જયારે ગત ઓકટોબર માસમાં રૂ. ર.ર૩ કરોડ અને ગત નવેમ્બર માસમાં રૂ. ર.પર કરોડ મિલ્કત વેરાની આવક થઈ હતી. માસ જપ્તીની કામગીરીના પગલે હજુ આગામી દિવસોમાં મહાપાલિકાની મિલ્કત વેરાની આવક વધશે તેમ ચર્ચાય રહ્યુ છે. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon