ભાવનગરમાં લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રીએ પહોંચતા ઠુઠવી નાખે તેવી ઠંડી | Bhavnagar experiences bitter cold as minimum temperature reaches 13 2 degrees

HomeBHAVNAGARભાવનગરમાં લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રીએ પહોંચતા ઠુઠવી નાખે તેવી ઠંડી | Bhavnagar...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

– શનિવારે લઘુત્તમ તાપમાન 16.3 ડિગ્રી હતુ, ર૪ કલાકમાં 3.1 ડિગ્રીનો ઘટાડો 

ભાવનગર : છેલ્લા કેટલાક દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં લઘુત્તમ તાપમાન ઘટતા તેમજ ઠંડો પવન ફુંકાતા લોકોને ઠુઠવી નાખે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીના કારણે લોકોમાં ધુ્રજારો જોવા મળ્યો હતો. હજુ આગામી કેટલાક દિવસ ઠંડીનુ જોર યથાવત રહે તેવી શકયતા છે. ઠંડી વધતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ નજરે પડયા હતા અને રોડ પર લોકોની ચહલ-પહલ ઘટી હતી.  

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે રવિવારે મહત્તમ તાપમાન ર૭.ર ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૩.ર ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ ૪૬ ટકા અને પવનની ઝડપ ૧૦ કિલોમીટર નોંધાઈ હતી. ગઈકાલે શનિવારે મહત્તમ તાપમાન રપ.૯ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૬.૩ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ ૪૩ ટકા અને પવનની ઝડપ ૧૪ કિલોમીટર નોંધાઈ હતી. ગઈકાલ શનિવારની સરખામણીએ આજે રવિવારે મહત્તમ તાપમાન ૧.૩ ડિગ્રી વધ્યુ છે, જયારે લઘુત્તમ તાપમાન ૩.૧ ડિગ્રી ઘટયુ છે. ભેજનુ પ્રમાણ થોડુ વધ્યુ છે અને પવનની ઝડપ થોડી ઘટી છે. પવન ફુંકાતા વહેલી સવારે તેમજ મોડીરાત્રીના ઠુઠવી નાખે તેવી ઠંડીનો અનુભવ લોકોને થયો હતો. રોડ સુમસાન જોવા મળ્યા હતા અને લોકોની અવર-જવર ઓછી જોવા મળી હતી. મોટાભાગના લોકો ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતાં. 

ઠંડી વધતા રાત્રીના સમયે કેટલાક લોકો તાપણી કરતા નજરે પડયા હતાં. રોડ પર રહેતા ગરીબ લોકોની મૂશ્કેલી વધી હતી અને તેઓ ધાબળા ઓઢી સુતા જોવા મળ્યા હતાં. ઠંડીના કારણે લોકોએ કામ સિવાય બહાર નિકળવાનુ ટાળ્યુ હતું. ઠુંડી વધતા વહેલી સવારે ચાલવા-દોડવા નિકળતા લોકોની સંખ્યામાં પણ થોડો ઘટાડો થયો હોવાનુ જાણવા મળેલ છે. જમ્મુ-કાશમીર સહિતના ઠંડા પ્રદેશોમાં બરફ પડતા આગામી દિવસોમાં હજુ ઠંડી પડવાની શકયતા છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે. 

જિલ્લામાં સારી ઠંડી પડતા શીયાળુ પાકને ફાયદો 

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી સારી ઠંડી પડી રહી છે, જેના પગલે ખેતીમાં શીયાળુ પાકને ફાયદો થશે તેમ જાણકારો જણાવી રહ્યા છે. શીયાળામાં ઘઉં, મકાઈ, ચણા, ડુંગળી સહિતના પાકનુ વાવેતર ખેડૂતોએ કર્યુ છે. ઠંડીના પગલે પાકને પાણીની ઓછી જરૂરીયાત રહેતી હોય છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ પણ સારો પડયો હતો તેથી ખેડૂતોને ફાયદો થયો છે તેમ ચર્ચાય રહ્યુ છે. 



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon