- ત્રણમાંથી બે છોકરી અને એક છોકરો
- વીજળીના ખુલ્લાં તાર અદાવતી વીજ કરંટ લાગ્યો
- એકી સાથે ત્રણ બાળકોના મોતથી પંથકમાં શોક
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કાટકડા ગામે વીજ કરંટ લાગવાથી એકસાથે ત્રણ બાળકોના મોત થયા હતા. આ ત્રણેય બાળકો સ્કૂલેથી છૂટીને પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે ખેતરમાં વીજ કરંટ લાગતા ત્રણેય બાળકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. આસપાસની વાડીમાં કામ કરી રહેલા લોકોને ઘટનાની જાણ થતાં બાળકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ઘટનાની મળતી વિગતો મુજબ સવારે સ્કૂલમાં ગયા બાદ ઘરે આવી રહેલા બાળકો ખેતરમાં પહોંચ્યા ત્યારે વાડીની બાજુમાં રાખેલા વીજળીના ખુલ્લાં વાયરને અડી જતા એક પછી એક ત્રણેય બાળકોને કરંટ લાગ્યો હતો. તેમને જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
રસ્તામાં વાડી વિસ્તારના ફેન્સીગ તાર અડી જતાં 3 વિધાર્થીઓને શોક લાગતા કરણ મોત નીપજ્યા હતા. ગામ લોકો તેમજ ઘરના લોકો ઘટના સ્થળ પર પહોંચતા ત્રણેય બાળક ઇલેક્ટ્રિક વાયર પર પડેલા જોવા મળ્યા હતા. પોલીસે બનાવ અનુસંધાને તપાસ હાથ ઘરી છે.