ભારત વિ ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ મેચ પાંચમો દિવસ

HomeLatest Newsભારત વિ ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ મેચ પાંચમો દિવસ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

India (IND) vs Australia (AUS) 3st Test Day 3 Score : વરસાદના કારણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો પર સમાપ્ત થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ બુધવારે છેલ્લો દાવ જાહેર કર્યા બાદ મેચમાં રોમાંચ ઊભો થયો હતો. ભારત માટે 54 ઓરમાં 275 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે, વરસાદે બંને ટીમોના મંસૂબા પર પાણી ફેરવી દીધું હતું.

ભારતને મળ્યો 275 રનનો ટાર્ગેટ

ઓસ્ટ્રેલિયાએ 18 ઓવરમાં 7 વિકેટ પર 89 રન બનાવીને દાવ ડિક્લેર કરી દીધો છે. ભારતને 275 રનનો ટાર્ગેટ મળ્યો છે. એલેક્સ કેરી 20 રન, મિચેલ સ્ટાર્ક 2 રન બનાવી અણનમ રહ્યા છે. જ્યારે નાથમ મેકસ્વીની 4 રન, ઉસ્માન ખ્વાજા 8 રન, માર્નસ લાબુશેન 1 રન, મિચેલ માર્શ 2 રન, ટ્રેવિસ હેડ 17 રન, સ્ટીવ સ્મિથ 4 રન અને પેટ કમિંસ 22 રન બનાવ્યા છે. બીજી તરફ ભારતીય બોલરોએ કમાલ કરી દીધી હતી. જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ, મોહમ્મદ સિરાઝ અને આકાશદીપે બે-બે વિકેટ લીધી છે.

ભારતીય ટીમ પ્રથમ દાવમાં 78.5 ઓવરમાં 260 રનમાં ઓલઆઉટ

ભારતીય ટીમ પ્રથમ દાવમાં 78.5 ઓવરમાં 260 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને 185 રનની લીડ મળી હતી. ભારતે મંગળવારે જ ફોલોઓન બચાવી લીધું હતું. આકાશદીપ 31 રન બનાવીને આઉટ થયો હતો. ટ્રેવિસ હેડે તેની વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ 10 રન બનાવીને અણનમ રહ્યો હતો. બંનેએ 47 રનની ભાગીદારી કરી હતી. વરસાદના કારણે ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ હજુ શરૂ થયો નથી.

ભારતીય ટીમમાં કોને કેટલા રન બનાવ્યા

કેએલ રાહુલે 84 અને રવિન્દ્ર જાડેજાએ 77 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 4, શુભમન ગિલ 1, વિરાટ કોહલી 3, ઋષભ પંત 9, રોહિત શર્મા 10, નીતિશ કુમાર રેડ્ડી 16 અને મોહમ્મદ સિરાજ 1 રન બનાવીને આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે 4, મિચેલ સ્ટાર્કે 3, જોશ હેઝલવુડ અને નાથન લિયોને 1-1 વિકેટ ઝડપી હતી.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon