ભારત વિ ઓસ્ટ્રેલિયા ચોથી ટેસ્ટ : મેલબોર્નમાં 10 વર્ષથી અજેય છે ભારતીય ટીમ, આવો છે રેકોર્ડ

HomeLatest Newsભારત વિ ઓસ્ટ્રેલિયા ચોથી ટેસ્ટ : મેલબોર્નમાં 10 વર્ષથી અજેય છે ભારતીય...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

India Melbourne Cricket Ground Record : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતની ચોથી ટેસ્ટ 26મી ડિસેમ્બરથી મેલબોર્નના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ઓસ્ટ્રેલિયાનું આ એવું મેદાન છે જ્યાં ભારતીય ટીમે સૌથી વધુ સફળતાનો સ્વાદ ચાખ્યો છે. વર્ષ 2011 બાદ ભારતીય ટીમ અહીં એક પણ ટેસ્ટ હારી નથી. 2014 એટલે કે 10 વર્ષથી અજેય છે. ભારતીય ટીમ આ મેદાન પર 9 બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમ્યું છે. જેમાં 2 ટેસ્ટ જીત્યું છે. વર્ષ 1985થી લઈને 2020 સુધી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં બોક્સિંગ ડેની પ્રત્યેક ટેસ્ટનું આયોજન મેલબોર્નમાં કરવામાં આવ્યું છે.

મેલબોર્નમાં ભારતીય ટીમનું પ્રદર્શન

મેલબોર્નમાં ભારતીય ટીમ 1948થી 2020 વચ્ચે 14 ટેસ્ટ મેચ રમી ચૂકી છે. જેમાં 4 મેચમાં જીત મેળવી છે અને 8માં પરાજય થયો છે. 2 મેચ ડ્રો થઈ છે. ભારતે 1977માં આ મેદાન પર પહેલી જીત મેળવી હતી. 1981માં પોતાની બીજી મેચ જીતી હતી. આ પછી ભારતે 37 વર્ષ બાદ 2018માં જીત મેળવી હતી. આ પછી 2020માં પણ જીત મેળવી હતી.

મેલબોર્નમાં 10 વર્ષથી ભારતીય ટીમ અજેય

ભારતીય ટીમને છેલ્લે 2011માં મેલબોર્નમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારતને 122 રનથી હરાવ્યું હતું. 2014માં આ મેચ ડ્રોમાં પરિણમી હતી. દિગ્ગજ મહેન્દ્રસિંહ ધોનીની આ છેલ્લી ટેસ્ટ મેચ હતી. 2018 અને 2020માં ભારતે શાનદાર જીત મેળવી હતી.

મેલબોર્નમાં ભારતના 4 વિજય

1977 – ભારતનો 222 રને વિજય

1977માં ભારતે મેલબોર્નમાં પ્રથમ વિજય મેળવ્યો હતો. આ મેલબોર્નમાં જ નહીં ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ વિજય હતો. બિશન સિંહ બેદીની આગેવાનીમાં ભારતે 222 રને વિજય મેળવ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 256 રન બનાવ્યા હતા. મોહિન્દર અમરનાથે સૌથી વધારે 72 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 213 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ભગવથ ચંદ્રશેખરે 6 વિકેટ ઝડપી હતી. બીજા દાવમાં સુનીલ ગાવસ્કરે 118 રન બનાવ્યા હતા. ભારતે 343 રન બનાવ્યા હતા. 387 ના પડકાર સામે ઓસ્ટ્રેલિયા 164 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ભગવથ ચંદ્રશેખરે 6 અને બિશન સિંહ બેદીએ 4 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો – 26 ડિસેમ્બરે કેમ રમાય છે બોક્સિંગ ડે ટેસ્ટ, જાણો ઇતિહાસ અને ભારતનો રેકોર્ડ

1981- ભારતનો 59 રને વિજય

1981માં સુનીલ ગાવસ્કરની આગેવાનીમાં ભારતે મેલબોર્નમાં બીજો વિજય મેળવ્યો હતો. ગુંડપ્પા વિશ્વનાથના 114 રનની મદદથી ભારતે 237 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 419 રન બનાવ્યા હતા. ભારતે બીજા દાવમાં ચેતન ચૌહાણ (85), સુનીલ ગાવસ્કર (70)ની અડધી સદીની મદદથી 324 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને 143 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે તે 83 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. કપિલ દેવે 5 વિકેટ ઝડપી હતી.

2018 – ભારતનો 137 રને વિજય

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા ચેતેશ્વર પૂજારાની સદી (106) અને વિરાટ કોહલીના 82 રનની મદદથી 7 વિકેટે 443 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયા 151 રનમાં ધરાશાઇ થયું હતું. બુમરાહે 6 વિકેટ ઝડપી હતી. ભારતે બીજા દાવમાં 8 વિકેટે 106 રન બનાવી ડિકલેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાને 399 રનનો પડકાર મળ્યો હતો. જોકે ત 261 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. બુમરાહ અને જાડેજાએ 3-3 વિકેટ ઝડપી હતી. બુમરાહે કુલ 9 વિકેટ ઝડપી હતી.

2020- ભારતનો 8 વિકેટે વિજય

2020માં ભારતીય ટીમ 36 રન બનાવી આઉટ થયા બાદ બોક્સિંગ ડે ટેસ્ટ રમવા મેલબોર્ન પહોંચી હતી. ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 195 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.બુમરાહે સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. કેપ્ટન અજિંક્ય રહાણેએ (112)શાનદાર સદી ફટકારતા ભારતે 326 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં 200 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. સિરાજે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. ભારતે 72 રનનો પડકાર 2 વિકેટ ગુમાવી વટાવી લીધો હતો. આ ટેસ્ટમાં શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજે ડેબ્યૂ કર્યું હતું.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon