ભારતમાં તાજમહેલ-સરદારની મૂર્તિ એક અજાયબી : લા.ગણેશન

HomeKevadiyaભારતમાં તાજમહેલ-સરદારની મૂર્તિ એક અજાયબી : લા.ગણેશન

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • નાગાલેન્ડના રાજ્યપાલે SOUની મુલાકાત લીધી
  • ભાવિ પેઢી તેમાંથી પ્રેરણા લે તે માટે શૈક્ષણિક ટૂર ગોઠવવા હિમાયત
  • યાદગીરી રૂપે તસવીરો પણ લીધી હતી

ગુજરાત રાજ્યના સ્ટેટ ગેસ્ટ બનેલા નાગાલેન્ડ રાજ્યના રાજ્યપાલ લા.ગણેશન દિલ્હીથી હવાઈ માર્ગે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. આજે વડોદરાથી કેવડિયા એકતાનગર ખાતે આવી પહોંચતા કેવડિયા વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

 રાજ્યપાલ લા. ગણેશન સર્કિટ હાઉસથી વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની વિરાટ પ્રતિમાને વંદન કરી સરદાર સાહેબની મૂર્તિના દર્શન કર્યા હતા. યાદગીરી રૂપે તસવીરો પણ લીધી હતી. સાથે સાથે માં નર્મદાના દર્શન, સાતપૂડા અને વિંધ્યાચળ ગિરીમાળાના પ્રાકૃતિક સૌંદર્યનો નજારો નિહાળી ભાવવિભોર બન્યા હતા. સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના ખાસ ગાઈડ દ્વારા અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત ભાષામાં ઐતિહાસિક ઘટના અને સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના નિર્માણ કાર્યોની માહિતીથી રાજ્યપાલને અવગત કર્યા હતા.

ભારતમાં તાજમહેલ અને સરદાર સાહેબની મૂર્તિ એ એક અજાયબી છે તેમ જણાવ્યું હતું અને લાખોની સંખ્યામાં અહીં દેશ વિદેશના પ્રવાસીઓ કેવડિયા ખાતે મુલાકાત લે છે. તેઓ તેને યાદગાર ક્ષણો માને છે.

વિશાળ પ્રતિમાને જોઈને લોકો અચંબામાં પડી જાય છે. વ્યૂઇંગ ગેલેરી દ્વારા સરદાર સરોવર ડેમના દર્શન અને નર્મદા મૈયાના દર્શન, પ્રાકૃતિક નજારો જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ બની જાય છે.

રાજ્યપાલે પણ આ પ્રત્યેક બાબતોને બારીકાઈથી નજરે નિહાળી ખૂબ પ્રશંસા કરી હતી. સ્ટેચ્યૂ નિર્માણ અને દ્રષ્ટિવંત વિઝનરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબજ પ્રશંસા કરી હતી. સાથે રાજ્યપાલે કામરુન (આફ્રિકા)ના પ્રવાસીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.

વિદેશી પ્રવાસીઓએ મ રાજ્યપાલ સાથે યાદગાર તસવીરો પણ ખેંચાવી હતી. તમિલનાડુના કેટલાક પ્રવાસીઓ સરદાર સાહેબની ગેલેરીમાં અચાનક તમિલનાડુનાં પ્રવાસીઓ ઓળખાઈ જતાં મલકના માનવી મળ્યા ત્યારે હરખની ખુશી બેવડાઈ ગઈ હતી અને તેમની સાથે પણ તસવીરી ઝલક લીધી હતી. અને પ્રવાસીઓ પણ પોતાના કેમેરામાં તસવીરો ખેંચાવી પ્રવાસને યાદગાર બનાવ્યો હતો.

સ્ટેચ્યૂ ઓફ્ યુનિટી નિહાળી બહાર આવ્યા પછી રાજ્યપાલે સરદારના ચરણ સ્પર્શ કરી ધન્યતા અનુભવી હતી. વિઝીટ બુકમાં અખંડ ભારતના શિલ્પી સરદારના કાર્યોને બિરદાવ્યા હતા અને ભાવિ પેઢી તેમાંથી પ્રેરણા લે તેના માટે શૈક્ષણિક ટૂર ગોઠવીને વધુ લોકોને અવગત કરાવે, પ્રવાસીઓ તેમજ દેશના લોકો સરદાર સાહેબના એકતા અખંડિતતાના સંદેશાને જીવનમાં ઉતારે અને તેમાંથી પ્રેરણા લે તે જોવા હિમાયત કરી હતી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon