Welcome to AirrNews

Subscribe to AirrNews

Forever

/ forever

Sign up with just an email address and you get access to this tier instantly.

Recommended

Forever

Free

/ forever

Sign up with just an email address and you get access to exclusive news and articles forever.

1-Month

/ month

By agreeing to this tier, you are billed every month after the first one until you opt out of the monthly subscription.

Subscribe to AirrNews

Forever

/ forever

Sign up with just an email address and you get access to this tier instantly.

Recommended

Forever

Free

/ forever

Sign up with just an email address and you get access to exclusive news and articles forever.

1-Month

/ month

By agreeing to this tier, you are billed every month after the first one until you opt out of the monthly subscription.

Welcome to AirrNews

Welcome to AirrNews

Welcome to AirrNews

Welcome to AirrNews

ભાજપી નગરસેવકનો વાહિયાત બફાટ : શ્વાનો પાસે જર્સી ના હોય એટલે શિયાળામાં વધુ કરડે | BJP corporator absurd rant: Dogs bite more in winter because they don’t have jerseys

HomeBHAVNAGARભાજપી નગરસેવકનો વાહિયાત બફાટ : શ્વાનો પાસે જર્સી ના હોય એટલે શિયાળામાં...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

– ડોગબાઈટનો ગંભીર પ્રશ્ન છતાં સામાન્ય સભામાં ગંભીરતાના બદલે પ્રજાના સેવકોનો અટ્ટહાસ્ય 

– ભાવનગર મ્યુનિસિપાલિટીની સામાન્ય સભામાં ૧૨ તુમારને સર્વાનુમતે મંજૂરી, કરોડો રૂપિયાનો ખર્ચ છતાં શહેરમાં વધેલા કૂતરાં અને રખડતા ઢોરનો ત્રાસનો ઘટવાના બદલે વધવાનો મુદ્દો સભામાં ગુંજ્યો

ભાવનગર : શહેરના વિકાસ કાર્યો, પ્રશ્નોનાના નિરાકરણની ચર્ચા-વિચારણાં અને તેના ઉકેલ માટે મહિનામાં એક વખત મળતી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસક ભાજપી નગરસેવકે ડોગબાઈટના અતિ ગંભીર પ્રશ્નોની ચર્ચા દરમિયાન વાહિયાત બફાટ કરી હતી. પ્રશ્નોતરી કાળના એકાદ કલાક સુધી કૂતરાં કરડવાના ગંભીર ચર્ચાઓ થઈ રહી હતી. ત્યારે ઘણાં કોર્પોરેટરો જાણે કોઈ રંગમંચ ઉપર હાસ્ય નાટય પ્રસુતિ જોવા આવ્યા હોય તેમ પ્રજાના સેવકો અટ્ટહાસ્ય કરતા નજરે ચડયાં હતા. જે ભલા ભાવનગરવાસીઓ માટે ભુંડી વાત ગણી શકાય તેમ છે.

ભાવનગર મ્યુનિસિપાલિટીના સભાગૃહમાં આજે મંગળવારે સાંજે ૪ કલાકે મેયરના અધ્યક્ષસ્થાને સાધારણ સભા મળી હતી. જેમાં સામાન્ય સભામાં પ્રથમ પ્રશ્નોત્તરીના સમયમાં ધારણાં મુજબ જ શ્વાનોના દિન-પ્રતિદિન વધી રહેલા આતંકનો મુદ્દો ચગ્યો હતો. જેમાં ખૂદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીએ આપેલા આંકડા જ કોર્પોરેશનની ખોરી દાનતનો ચાડી ફૂંકી રહ્યા હોય તેમ વર્ષ ૨૦૨૩ની તુલનામાં વર્ષ ૨૦૨૪માં ડોગબાઈટના અઢી ગણા વધુ કેસ સામે આવ્યાનું કબૂલ્યું હતું. હાલ શિયાળાની ઋતુમાં ડોગબાઈટની ઘટનાઓ ચિંતાજનક વધી છે. તેમાં પણ વહેલી સવાર અને મોડી રાત્રે કોઈ વ્યક્તિ રસ્તા ઉપરથી પસાર થાય તો કૂતરાંના ટોળા તેમને ઘેરી લઈ બચકાં ભરી જઈ ગંભીર ઈજા કરતા હોવાના તેમજ સ્ટ્રીટ ડોગના પાછળ દોડવાથી વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. આવી ગંભીર સમસ્યાની હાઈકોર્ટે પણ નોંધ લઈ ફટકાર લગાવી હોવા છતાં મનપા દ્વારા કૂતરાં પકડી તેનું રસીકરણ-ખસીકરણ કરવામાં આવતું ન હોવાના કારણે તેનો ભોગ સામાન્ય નાગરિકો બની રહ્યા છે, જેથી મનપાએ શ્વાનોનો આતંક બંધ થાય તે દિશામાં પગલા ભરવા જોઈએ તેવી માંગણી ભાજપ-કોંગ્રેસના નગરસેવકોએ મુકી હતી. પરંતુ આ ગંભીર સમસ્યાની ચર્ચા દરમિયાન પણ શાસક પક્ષના નગરસેવકોની બુદ્ધિભ્રષ્ટ થઈ ગઈ હોય તેમ હસવામાંથી જ ઉંચા આવ્યા ન હતા. વળી, ‘પાંચ વગાડો, વાંધો નહીં’ (પ્રશ્નોતરીનો સમય પૂરો થાય ત્યાં સુધી) એવી વાહિયાત કોમેન્ટો પણ જાહેરમાં કરી પોતાના પ્રજાસેવકના પદની ગરમી લજવી હતી. તો શિયાળામાં કૂતરાં કરડવાના બનાવમાં કેમ વધારો થાય છે ? તેવા ભાજપના જ નગરસેવકો પૂછેલા એક સવાલમાં અધિકારી કારણો કહીં રહ્યા હતા. ત્યારે એક નગરસેવકે ‘તેની (શ્વાનો) પાસે જર્સી ના હોય એટલે કરડે..’ તેવો બફાટ કર્યો હતો. જ્યારે એક સવાલમાં અધિકારીએ ખસીકરણ-રસીકરણ માટે જે વિસ્તારમાંથી શ્વાનને ઉપાડવામાં આવે તે જ વિસ્તારમાં ફરી પાછા છોડવા તેવી ગાઈડલાઈન હોવાની વાત મુકી ત્યારે એક નગરસેવકે કૂતરો કહે કાળિયાબીડમાં મોકલો તો જ તેનો વિસ્તાર બદલાય તેવા શબ્દપ્રયોગ કરી બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. જો કે, પોતાના કોલર ઉંચા રાખવામાં પણ ભાજપના સભ્યે જરા પણ પાછી પાની કરી ન હતી. શ્વાનોનો આતંક વધ્યો છે અને આ મુદ્દો ઘણો જ ગંભીર છે, તેવી વિપક્ષની વાતને સમર્થન તો આપ્યું હતું. પરંતુ તેમાં પણ રાજકારણનો રંગ ભેળવી ૧૯૯૫ પહેલા શું શહેરમાં શ્વાનોનો ત્રાસ હતો ?, સીએચસી-પીએસસીમાં કૂતરાં કરડે ત્યારે ઈન્જેક્શન મુકવાનું ક્યારથી શરૂ કરાયું ? તેવો સવાલ પૂછી પોતાની પીઠ પોતે જ ઠાબડી હતી. સામાન્ય સભામાં કૂતરાંના ત્રાસ ઉપરાંત રખડતા ઢોરનો મુદ્દો પણ ચર્ચાયો હતો. જો કે, અંતે તો ઘીના ઠામમાં ઘી ઢોળી નાંખી આ બન્ને પ્રશ્નોથી શહેરીજનોને મુક્તિ મળે તેવી કોઈ વાતને ખોખારો થાય રજૂ કરવામાં આવી ન હતી.

પોણા બે કલાક સુધી ચાલેલી સામાન્ય સભામાં મોટાભાગના ઠરાવને ચર્ચા કર્યા વિના સર્વાનુમતે પાસ કરી દેવાયા હતા. જ્યારે લીઝપટ્ટા રિન્યુ કરવાના અલગ-અલગ ઠરાવોમાં વિપક્ષ કોંગ્રેસે ૨૫-૫૦ વારિયાના લોકોને હેરાન કરવાનું બંધ કરી લીઝપટ્ટાની મુદ્દત વધારવા, એસ્ટેટ વિભાગમાં આ બાબતની કેટલી ફાઈલો પડી છે ? લીઝ પટ્ટાની મુદ્દત વધારવાની સત્તા સ્ટેન્ડીંગ કમિટીને સોંપવાની વાત મુકી હતી. અનટાઈડ ગ્રાન્ટની રકમમાંથી સવા બે કરોડથી વધુ ઢોરના ડબ્બાના નિભાવ માટે ફાળવવાની દરખાસ્ત મામલે વિપક્ષના સભ્યએ અધિકારીનો ઉધડો લીધો હતો. ૪૪ કરોડથી વધુની રૂપિયા વસૂલી જેટકોને લીઝપટ્ટે જમીન આપવાના ઠરાવમાં જે આવક થવાની છે ? તે ફદિયા કયાં અને કેવા કામમાં વપરાશે ? તેવા સવાલો કરાયા હતા. ટી.પી. સ્કીમના મામલે પણ લાંબી ચર્ચા ચાલી હતી. જ્યારે કેબીન-દરવાજાના દબાણ મામલે પૂર્વ વિપક્ષના નેતાએ અધિકારીને આડેહાથ લીધા છતાં સિક્યુરીટીનું કારણ આગળ ધરી દબાણ નથી તેવું દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો. તેમજ બોરતળાવને અવરોધતા કુદરતી પાણીના વેણને દબાવવામાં આવ્યા ન હોવાનો અધિકારીએ ખોખારો ખાધો હતો.

મેયર વારે વારે ખીજાણા, શબ્દો ઉપર બ્રેક રાખવા કહ્યું

સાધારણ સભામાં વિપક્ષના સભ્યોએ મોકો મળ્યો ત્યારે શાસકોને સંભળાવવાનું ચુક્યા ન હતા. રાજ્ય સરકારના ટીપીઓને લઈને પણ પૂર્વ વિપક્ષના નેતાએ થોડા અવ્યહારૂ શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ ઉપરાંત કોઈ નગરસેવક પોતાની વાત મુકે ત્યારે બીજા નગરસેવકો દ્વારા તેમની વાત કાપી, અંદરો-અંદર ચર્ચાઓ કરવામાં આવતી હતી. જેથી પોણા ત્રણ કલાક ચાલેલી સાધારણ સભા દરમિયાન મેયર વારે વારે ખીજાણા હતા અને શબ્દો ઉપર બ્રેક રાખવા પણ કહ્યું હતું.

મૃતપશુઓને લઈ ભાજપના નગરસેવિકાએ વસવસો ઠાલવ્યો

શહેરમાં મૃતપશુઓને ઉપાડવાના મુદ્દે ભાજપના નગરસેવિકાએ સભામાં વસવસો ઠાલવ્યો હતો. તેમણે હૈયાવરાળ ઠાલવતા કહ્યું હતું કે, મૃપશુ લઈ જવા માટે ફોન કરવામાં આવે તો ફોન સતત વ્યસ્ત દેખાડે છે. અભદ્ર વ્યવહારો પણ થતાં હોવાનું તેમણે ઉમેર્યું હતું. જ્યારે મૃતપશુ ઉપાડવા માટેના વાહન વધારવા લાગણી વ્યક્ત કરી હતી. તો મ્યુનિ.ના અધિકારીએ હાલ પાંચ વાહન કાર્યરત છે, વધુ એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાશે તેમ જણાવી શિયાળામાં પશુમૃત્યુનો દર વધતો હોય, એક માસમાં ૧૫૦૦થી ૨૦૦૦ જેટલી ફરિયાદ આવ્યાનું ઉમેર્યું હતું.

ડોગબાઈટ : વર્ષ 2023 માં 5532, 2024 માં 13569 બનાવ

શહેરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન કૂતરાં કરડવાના બનાવોમાં કેટલો ચિંતાજનક વધારો થયો છે, તે આરોગ્ય અધિકારીએ રજૂ કરેલા આંકડા પરથી જ અનુમાન લગાવી શકાય છે. વર્ષ ૨૦૨૩માં ડોગબાઈટના કિસ્સામાં મનપાના આરોગ્ય કેન્દ્રો અને સર ટી.હોસ્પિટલમાં ૫૫૩૨ લોકોને ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. જેમાં અઢી ગણો વધારો વર્ષ ૨૦૨૪માં નોંધાયો છે. ગત વર્ષે ૧૩,૫૬૯ લોકોને ઈન્જેક્શન અપાયાનું સત્તાવાર આંકડા બોલી રહ્યા છે.

ગાઈડલાઈન મુજબ શ્વાનોનો વિસ્તાર નથી બદલી શકાતો

સાધારભ સભામાં ચર્ચા દરમિયાન મનપાના અધિકારીએ એવી પણ માહિતી આપી હતી કે, જે વિસ્તારમાંથી શ્વાનોને રસીકરણ-ખસીકરણ માટે ઉપાડવામાં આવે છે, તે શ્વાનોને તે જ વિસ્તારમાં પાછા છોડવાની ગાઈડલાઈન છે. ગાઈડલાઈન મુજબ વિસ્તાર બદલી શકાતો નથી. આગામી સમયમાં ૯૦૦ની કેપેસીટીનું સેલ્ટર હોમ બનાવવામાં આવશે.  દર મહિને ૫૦૦થી ૬૦૦, દરરોજ ૨૦થી ૨૫ શ્વાનનું ખસીકરણ-રસીકરણ થાય છે. અત્યાર સુધીમાં ૧૮,૦૦૦ ઉપરાંત શ્વાનનું ખસીકરણ થઈ ચુક્યું છે. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon
What would make this website better?

0 / 400