ગાંધીનગર: ગુજરાત ભાજપમાં નવા સંગઠન માળખાની ઘોષણા બાદ અનેક વિસ્તારોમાં આંતરિક વિખવાદ ઊભો થયો છે. 400 જેટલા મંડળ અને વોર્ડ પ્રમુખોની જાહેરાતના પ્રથમ તબક્કામાં જ જ્ઞાતિવાદના આક્ષેપો, વિવાદિત ચહેરાઓને સ્થાન આપવું અને સ્થાનિક રાજકીય વિખવાદ જેવા મુદ્દાઓ પ્રકાશમાં આવ્યા છે. આ પરિસ્થિતિથી પાર્ટીની પ્રતિષ્ઠા માટે પડકાર ઊભા થયા છે. જેને લઈને નિરાકરણ લાવવવા માટે કમલમમાં પાટીલે બેઠક બોલાવી છે.
વિવાદના મુખ્ય મુદ્દા:
1. જ્ઞાતિવાદના આક્ષેપ:
• કેટલાક વિસ્તારોમાં જ્ઞાતિ આધારિત પસંદગીઓ થવાનો આરોપ છે.
• અમદાવાદમાં ઠાકોર અને ચૌધરી સમાજે તેમની ઉપેક્ષા અંગે વિરોધ નોંધાવ્યો છે.
આ પણ વાંચો:
અમદાવાદ: કાંકરિયા કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ, મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણય
2. વિવાદિત ચહેરાઓનો સમાવેશ:
• અમદાવાદ જમીન વિવાદમાં સંકળાયેલા કાર્યકર્તાને પ્રમુખ પદ મળતા વિવાદ ઊભો થયો છે.
• સાબરકાંઠા અને અરવલ્લીમાં અગાઉ વિવાદમાં ફસાયેલા ઉમેદવારોને પ્રમુખ પદ પર પસંદ કરવામાં આવતા બળવો થયો છે.
3. પુનઃનિમણૂક પર નારાજગી:
• રાજકોટ અને વડોદરા જેવા વિસ્તારોમાં મંડળ પ્રમુખો તરીકે જૂના પદાધિકારીઓની પુનઃનિમણૂકને કારણે કાર્યકર્તાઓમાં નારાજગી છે.
બેઠકનું આયોજન:
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આ મુદ્દાઓનું નિરાકરણ લાવવા શનિવારે કમલમ ખાતે મહત્વની બેઠકનું આયોજન કર્યું છે. બેઠકમાં પ્રદેશ પદાધિકારીઓ, ધારાસભ્યો, સંગઠન પ્રભારીઓ અને ચૂંટણી અધિકારીઓ હાજર રહેશે. આ બેઠકમાં વિવાદિત વિસ્તારોના વિશેષ અહેવાલ મંગાવશે અને નવા નિર્ણયોને અમલમાં મુકવામાં આવશે.
યુવા ચહેરાઓને પ્રાધાન્ય:
ભાજપના સૂત્રો અનુસાર, આ વખતે સંગઠનના કાર્યમાં યુવા ચહેરાઓને ક્ષમતા આધારિત પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ સાથે જ મહાનગરો જેવા કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા વગેરેમાં શહેર પ્રમુખોની નિમણૂક ઉતરાયણ બાદ થશે.
ચૂંટણીની તૈયારી:
નારાજ કાર્યકર્તાઓને શાંત કરવા અને સંગઠન મજબૂત બનાવવા માટે આ બેઠક નિર્ણાયક બની શકે છે. આ પ્રકારની સ્થિતિ માટે પાર્ટીના ઉચ્ચ સ્તરે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અંતે, આ બેઠક દ્વારા ભાજપના આંતરિક વિવાદોનું નિરાકરણ આવશે એવી આશા રાખવામાં આવી રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર