અમદાવાદ : લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના કેટલાંય નેતાઓએ કોંગ્રેસ પક્ષની વહી ઠેકીને ભાજપમાં ભળ્યા હતા. કોંગ્રેસના નેતાઓ વાજતે ગાજતે કાર્યકરો સાથે ભાજપને સમર્થન સાથે કેસરિયો કર્યા હતા. આવા જ એક નેતા એટલે કે ખેડા જિલ્લાના મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે પણ સમર્થકો સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ઇન્દ્રજીત પરમાર લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના હસ્તે ખેસ ધારણ કરીને કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા. જોકે, ઘણાં ટૂંકા સમયમાં જ ઇન્દ્રજીતસિંહ પરમારનો ભાજપ પ્રત્યેનો મોહભંગ થયો અને પાછા ઘર વાપસી કરી રહ્યા છે.
તાજેતરમાં યોજયેલા કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ ઇન્દ્રજીતસિંહ પરમારને ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા હતા. ભાજપમાં મોહભંગ થયેલા ઇન્દ્રજીતસિંહ પરમારે કહ્યું હતું કે, “ભાજપના લોકો બળજબરીથી અને ધાકધમકીથી લોકોને લઈ જાય છે. હું કોઈની ધાકધમકીથી બીતો નથી અને કોઈને માનતો પણ નથી. ભાજપ જિલ્લા પ્રમુખ મને સ્વીકારતા નહોતા, મને બોલાવતા નહોતા, એટલે મારૂ મન નહોતુ લાગતુ અને હું અંગત કામથી ગયો હતો અને મને જબરદસ્તી સ્ટેજ પર ચઢાવી ખેસ પહેરાવી દીધો હતો. પરંતુ કોંગ્રેસ એ મારૂ ગોત્ર છે, પરિવાર છે અને હું પરિવારમાં પાછો આવ્યો છુ. આવનારી ખેડા જિલ્લા તેમજ તાલુકા ચૂંટણીઓમાં હું સખત મહેનત કરી કોંગ્રેસને જીતાડવાનો પ્રયત્ન કરીશ. ભાજપમાં હું ક્યારેય મનથી જોડાયેલો હતો, ભાજપના કોઈપણ કાર્યક્રમમાં મેં હાજરી નથી આપી.”
ઘર વાપસી કરતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત ભાજપમાં પ્રહાર સામે પ્રતિક્રિયા આપતા પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે, “મહુધા પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના પાછા જાય, કોંગ્રેસમાં જોડાયા એ જાણકારી મળી પણ કોંગ્રેસમાં પ્રલોભનો સાથે જોડાયા હતા. ભાજપમાં જોડાયા અને સ્ટેજ પર કાર્યકરો અને સમર્થકો સાથે જોડાયા હવે નાહકની વાતો કરે છે. પૂર્વ MLA ઇન્દ્રજીત પરમાર નાના બાળક તો નથી, ચોકલેટ લાલચે આવ્યા હોય, તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે એટલે પ્રલોભનો અને ધાકધમકી વાતો કરે તે કેટલીય યોગ્ય કહેવાય.”
આ પણ વાંચો :
ગુજરાતીઓ ક્યાંય પાછા ન પડે: મોકો મળ્યો તો ફ્લાઈટમાં ખાલી 4 કલાકમાં 2 લાખનો દારૂ પી ગયા, બાઈટીંગમાં ભીંડાનું શાક ખાધું
આમ તો મહુધા બેઠક પરથી ઇન્દ્રજીતસિંહ પરમાર 2017માં ચૂંટાયા હતા. તે પૂર્વે એટલે કે મહુધા બેઠકનું અસ્તિત્વ આવ્યું ત્યારથી માંડીને એટલે કે 1975થી 2017 સુધી કોંગ્રેસ આ બેઠકમાં જીતતું આવ્યું છે. મહુધા બેઠક કોંગ્રેસ ગઢ પણ રહ્યો છે. આઝાદી બાદ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીત મેળવી છે. 2022 ચૂંટણી હાર્યા બાદ લોકસભાની ચૂંટણીમાં સમયે મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારનો ભાજપ જોડ્યા જેને હવે માંડ એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે ઇન્દ્રજીતસિંહ પરમારે ભાજપને અલવિદા કરી પુનઃ કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર