ખેડા: નેશનલ હાઈવે નંબર 48 પર માર્ગ અકસ્માતની ભયાનક ઘટના બની છે. એક ટ્રેલર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા ટ્રેલરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી વિકરાળ હતી હતી કે ટ્રેલરની કેબિન આખી બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનામાં ટ્રેલરના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. બનાવને પગલે આસપાસના લોકો તાત્…