ફાયર બ્રિગેડ, પોલીસ કાફલો અને ગુજરાત ગેસનો ઇમરજન્સી સવસ સ્થળ પર દોડી ગયો
બ્રિજની કામગીરી વેળાએ લાઈનમાં ભંગાણ થયુંઃ ફાયર તથા ગેસ કંપનીના ઈમર્જન્સી સ્ટાફે કામગીરી કરી ગેસ લિકેજ અટકાવ્યું, અર્ધો કલાક ટ્રાફિક ખોરવાયો
ભાવનગર: જયપુર ગેસ દુર્ધટનાની આગ હજુ ઠંડી પડી નથી તેવામાં ભાવનગરમાં બોરતળાવમાં નાકા પાસે ઓવર બ્રીજની કામગીરી કરતી વખતે ગુજરાત ગેસની લાઈનમાં અચાનક ભંગાણ થયું હતું.અને બોરતળાવ જેવા ભરચક વિસ્તારમાં ગેસ લાઈન લીકેજ થતાં થોડો સમય સુધી નસ ભાગ મચી જવા પામી હતી.આ ધટનાની જાણ થતાની સાથેજ પોલીસ ફાયર બ્રિગેડ અને ગુજરાત ગેસની ઇમરજન્સી સવસ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો.અને ગુજરાત ગેસનાં સ્ટાફે મેઈન વાલ બંધ કરી લીકેજ લઈને રિપેર કરી હતી.જોકે મોટી દુર્ધટના ટળી હતી.
આ બનાવનીવિગત એવી છે કે, અનુસાર સવારના ૯ . ૫૫ કલાકે બોરતળાવ નાકા પાસે ગેસ લાઈન લીકેજ થઈ હોવાનીમાહિતી મળતાં જ ફાયર બ્રિગ્રેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. આપી હતી.શહેરના બોરતળાવમાં નાકા પાસે ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ થયું હતું.બોરતળાવમાં નાકા પાસે ઓવર બ્રિજની કામગીરી કરતી વેળાએ ગુજરાત ગેસની લાઈન તૂટી હતી.અને ગેસ લીકેજ થવા લાગ્યો હતો.જેના પગલે બોરતળાવ જેવાં સતત ટ્રાફિકથી ધમધમતાં અને ભરચક વિસ્તારમાં ગેસ લાઈન લીકેજ થતા નાસભાગ મચી હતી.આ ધટનાની જાણ થતાની સાથેજ ફાયર બ્રિગેડ સહિત પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.અને ફાયર બ્રિગેડ સ્ટાફે ગુજરાત ગેસને ં લાઈન લીકેજ થઈ હોવાની જાણકારી આપતા ગુજરાત ગેસના ઈમરજન્સી સ્ટાફ પણ તુરંત જ સ્થળ પર દોડી આવ્યો હતો.અને વાલ્વ બંધ કરી ગેસનું લિકેજ બંધ કર્યું હતું. હાલ આ રોડ પર ચાલતાં ઓવરબ્રિજની કામગીરી દરમિયાન આકસ્મિક કારણોસર લાઈનમાં ભંગાણ થયું હોવાનું પ્રાથમિક તારણ નિકળ્યું હતું. બીજીતરફ, લાઈન લિકેજની ઘટનાના પગલે અંદાજે અર્ધો કલાક માટે ટ્રાફિક નિયમન ખોરવાયું હતું. જો કે, ફાયર અને ગેસ કંપનીની સમય સૂચકતાના પગલે મોટી દૂર્ઘટના ટળી હતી.