Accident Video: ગુજરાતના છોટા ઉદેપુરમાં એક ભયાનક અકસ્માત થયો છે. છોટાઉદેપુર-બાડેલી વચ્ચે આવેલા નેશનલ હાઇવે 56 પર દુર્ઘટના સર્જાઈ હતી. હાઇવે પર આવેલાં એક ઢાબામાં અચાનક પૂર ઝડપે આવતી કાર ઘૂસી ગઈ અને ત્યાં ભોજન કરતાં લોકોને અડફેટે લીધા હતાં. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા લોકો ચોંકી ગયાં હતાં. જોકે, સદનસીબે ત્યાં હાજર લોકોની સમયસૂચકતાને લઈ તમામનો આબાદ બચાવ થયો હતો.
શું હતી ઘટના?
ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં નેશનલ હાઇવે 56 પર અચાનક પૂરપાટ ઝડપે આવતી કાર એક ઢાબામાં ઘુસી ગઈ. હાઇવે પર યુ એન્ડ મી ચીકન એન્ડ ચાઇનીઝના ઢાબા પર રાત્રિના સમયે ત્રણેય યુવાનો ટેબલ પર બેસીને ભોજન લઈ રહ્યા હતાં. આ દરમિયાન અચાનક જ પૂરપાટ ઝટપે આવતી કાર ઢાબામાં ઘુસી ગઈ અને જમવા બેઠેલા લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
સદનસીબે ત્યાં હાજર તમામ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. સમગ્ર ઘટના ઢાબાના સીસીટીવીમાં કેદ થઈ ગયાં હતાં. હાલ, આ કાર કોની હતી અને તેનો માલિક કોણ હતો તે વિશે જાણ થઈ શકી નથી.