બોટાદમાં જ્વલનશીલ પ્રવાહીના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ | Arrest of a man with quantity of flammable liquid in Botad

HomeBHAVNAGARબોટાદમાં જ્વલનશીલ પ્રવાહીના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ | Arrest of a...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

– ભાડે વંડો રાખી શખ્સ વેપલો કરતો હતો

– બોટાદ વિભાગીય કચેરીના સ્ટાફે જ્વલનશીલ પ્રવાહી, બોલેરો, જનરેટર, ઈલેક્ટ્રીક મોટર મળી કુલ રૂા. 3.16 લાખનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર : બોટાદના તાજપર રોડ પર આવેલી મુસ્લિમ સોસાયટી ખાતે રહેતો શખ્સ ભાડે વંડો રાખી જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો રાખી વેપલો કરતો હોવાની બાતમીના આધારે બોટાદ વિભાગીય કચેરીના સ્ટાફે દરોડો કરી જ્વલનશીલ પ્રવાહીનો મોટો જથ્થો મળી કુલ રૂ.૩.૧૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ બોટાદ વિભાગીય કચેરીનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, બોટાદના તાજપર રોડ આવેલ હરિ દર્શન સોસાયટી પાછળ આવેલ ગ્રીન અર્થ સોલાર પાછળ જ્યોતિગ્રામ સર્કલ મુસ્લિમ સોસાયટી ખાતે રહેતો અતિક રફીકભાઇ વડીયા નામનો શખ્સ બોટાદના ભાવનગર ફાટક, તાજપર રોડ ઉપર ભાડે રાખેલ વંડામાં જ્વલનશીલ પ્રવાહી (બાયોડીઝલ)નો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે બોટાદ વિભાગીય કચેરીનાં સ્ટાફે દરોડો કરી સક્ષમ અધિકારીના લાઇસન્સ વગર અગ્નીશામક સાઘનો કે સલામતી રાખ્યા વગર ગેરકાયદેસર જ્વલનશીલ બાયોડીઝલનો જથ્થો લોકોની જીંદગી જોખમાય તે રીતે રાખી મહીંદ્રા કંપનીની બોલેરો પીકઅપ નં- જીજે. ૦૧. બીટી.૯૬૭૬ કિં. રૂ.૨,૦૦,૦૦૦ તથા  એક સફેદ કલરનુ નાનુ ઇલેક્ટ્રીક ફ્યુઅલ ભરવાનુ મશીનની કિં.રૂા.૧ ૫,૦૦૦ તથા એક નાનુ ઇલેક્ટ્રીક ફ્યુઅલ ભરવાનુ મશીનની કિં.રૂા.૧૫,૦૦૦ ત્થા  લોખંડનો બે હજાર લીટરની ક્ષમતા વાળા ટાંકાની કિં.રૂ૦૧.૧૦,૦૦૦ તથા એક મોટુ લીલા કલરનુ ઇલેક્ટ્રીક ફ્યુઅલ ભરવાનુ બંઘ મશીનની કિં.રૂા.૧૦,૦૦૦ તથા એક પાંચ લીટરનુ પતરાનુ માપીયુ જેની કિં.રૂા.૨૫૦ તથા એક લાલ કલરનુ અશોક કંપનીનુ જનરેટર જેની કી.રૂ.૧૨,૦૦૦ તથા  એક ઇલેક્ટ્રીક મોટર પ્રવાહી ખેચવાની જેની કી.રૂ.૨,૦૦૦ તથા રબ્બરની ત્રણ નોજલોના ટુકડા જેની રૂ.૬૦૦ તથા પિકઅપ નાં લોખંડના ટાંકામાં કુલ ૮૦૦ લીટર જ્વલનશીલ પ્રવાહી કુલ કિં.રૂા.૫૨,૦૦૦   કુલ રૂા. ૩,૧૬,૮૫૦.ના મુદ્દામાલની સાથે અતીક રસિકભાઈ વડીયાની ધરપકડ કરી તેના વિરુદ્ધ બોટાદ પોલીસ મથકમાં વિભાગીય કચેરીના પો.કો સહદેવસિંહ ફતેસિંહ ડોડીયાએ બીએનએસ કલમ ૨૮૬,૨૮૦ અને જરૂરી ચીજ વસ્તુઓનો અધિનિયમની કલમ ૩,૭,૧૧ મુજબ નોંધાવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon