બોગસ ડોક્ટરનો વધુ એક કાંડ આવ્યો સામે, દત્તક આપવાના નામે બાળક વેચવાનું કૌભાંડ | Fake doctor caught in Korda village of Santalpur Patan

HomePATANબોગસ ડોક્ટરનો વધુ એક કાંડ આવ્યો સામે, દત્તક આપવાના નામે બાળક વેચવાનું...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Fake Doctor caught In Patan : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે 10 પાસ બોગસ ડૉક્ટરે ક્લિનિક ખોલ્યું હતું અને બીમાર વ્યક્તિને સારવાર પણ કરતો હતો. સમગ્ર ઘટનામાં SOGએ બાતમીના આધારે દરોડા પાડીને નકલી ડૉક્ટરની ધરપકડ કરી હતી. જ્યારે બોગસ ડૉક્ટર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં ડૉક્ટર સામે દત્તક આપવાના બહાને બાળકને વેચવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

બોગસ ડૉક્ટરે ક્લિનિક ખોલ્યું, દર્દીની દવા કરતો, અંતે ઝડપાયો

મળતી માહિતી પ્રમાણે, પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે નકલી ડૉક્ટરે ઘરની ઉપર આઈસીયુ હોસ્પિટલ બનાવી હતી અને ગામડાના ભોળા લોકોની સારવાર કરતો હતો. સમગ્ર ઘટનાને લઈને SOGએ સુરેશ ઠાકોર નામના નકલી ડૉક્ટરની ધરપકડ કરીને ગુનો નોંધ્યો હતો. 

નકલી ડૉક્ટર પાસેથી બાળક દત્તક લીધું

જ્યારે આ બોગસ ડૉક્ટરનું વધુ એક કારનામું સામે આવ્યું છે. જેમાં નીરવ મોદી નામના એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે, નકલી ડૉક્ટર સુરેશ ઠાકોર પાસેથી તેને બાળક દત્તક લીધું હતું. જેમાં નીરવે 1.20 લાખ રૂપિયા નકલી ડૉક્ટરને આપ્યા હતા. પરંતુ નકલી ડૉક્ટરે નીરવને દત્તક લીધેલા બાળકના કોઈ ડોક્યુમેન્ટ આપ્યા ન હતા. બીજી તરફ, બાળક તંદુરસ્ત ન રહેતા તેને પરત કરવામાં આવ્યું હતું. પરંતુ નકલી ડૉક્ટરે નીરવ પાસેથી લીધેલા રૂપિયા પાછા આપ્યા ન હતા. 

આ પણ વાંચો : VIDEO: જામનગરના હડિયાણામાં પવનચક્કીનો ટાવર અંદરથી સળગ્યો, મહામહેનતે ફાયર વિભાગે આગ બુઝાવી

કોઈપણ પ્રકારની ડીગ્રી વગર ક્લિનિક ખોલીને બીમાર વ્યક્તિઓની સારવાર કરતાં નકલી ડૉક્ટરની પોલીસે ધકપકડ કરી હતી. આ પછી પોલીસે ક્લિનિકમાંથી 13 લાક રૂપિયા સહિત એલોપેથી દવાઓ જપ્ત કરી હતી. સમગ્ર મામલે આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો હતો, જેમાં કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon