- સગીર વયનો ગઠિયો 20 હજારની ચોરી કરી પલાયન
- પેન્શન લેવા આવેલી મહિલાની થેલીમાંથી 20 હજારની ચોરી
- થેલીમાંથી 500ની નોટનું બંડલ ચોરી કરી ફરાર
સગીર વયનો ગઠિયો રૂપિયા 20 હજારની ચોરી કરી પલાયન થયો છે. જેમાં વિજયનગરમાં બેન્કમાંથી ચોરી કરી સગીર ફરાર થયો છે. પેન્શન લેવા આવેલી મહિલાની થેલીમાંથી રૂપિયા 20 હજારની ચોરી કરી હતી. જેમાં થેલીમાંથી રૂપિયા 500ની નોટનું બંડલ ચોરી કરી ફરાર થયો હતો.
સગીર ગઠીયાની કરતૂતની ઘટના CCTVમાં કેદ થઇ
સગીર ગઠીયાની કરતૂતની ઘટના CCTVમાં કેદ થઇ હતી. જેમાં રૂપિયા ઉપાડ્યા બાદ પાસ બુક ભરાવવા જતા ચોરી થઈ હતી. સાબરકાંઠાના વિજયનગરની બીઓબી બેંકમાં સગીર વયનો ગઠિયો રૂપિયા 20 હજારની ચોરી કરી પલાયન થયો હતો. જેમાં પેન્શન લેવા આવેલી મહિલાના થેલીમાંથી રૂપિયા 500ની નોટનું બંડલ ચોરી કરી ફરાર થયો છે. રૂપિયા ઉપાડ્યા બાદ પાસ બુક ભરાવવા જતા સગીર ગઠીયાએ તકનો લાભ લઈ થેલીમાંથી ચોરી કરી હતી.
અગાઉ પણ આજ રીતે ત્રણ વખત ચોરીના બનાવ બની ચુક્યા છે
પૂર્વ જિલ્લા પંચાયત સભ્યના માતાની થેલીમાંથી રૂપિયાની ચોરી કરવામાં આવી છે. અગાઉ પણ આજ રીતે ત્રણ વખત ચોરીના બનાવ બની ચુક્યા છે. જેમાં સમગ્ર ઘટના મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તથા સીસીટીવીના આધારે ચોર ગઠિયાને પકડવા પોલીસની ટીમ કામે લાગી છે.