- વેપારી, ખેડૂતોની સુવિધાઓમાં વધારો થતાં ખુશખુશાલ
- માળખાકીય સુવિધાઓ નો વધારો કરી નવા અદ્યતન કાર્યાલય નું લોકાર્પણ કરાયું
- એપીએમસી નાં સ્થાપના કાળ નાં પ્રસંગો તાજા કર્યા
બીલીમોરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નાં સબયાર્ડ અમલસાડ માં ગુરુવારે નવા અદ્યતન કાર્યાલય નું લોકાર્પણ કરાયું હતું. જેને પગલે ખેડૂત, વેપારીઓ ની સુવિધાઓ માં વધારો થતાં આનંદ વ્યાપી ગયો હતો.
દક્ષિણ ગુજરાત માં સુરત બાદ બીજા નંબરે એ ગ્રેડ માં આવતી બીલીમોરા એપીએમસી નું અમલસાડ માં સબયાર્ડ કાર્યરત છે. જ્યાં કેરી અને ચીકુ નું સૌથી વધુ ટર્ન ઓવર થાય છે. જ્યાં માળખાકીય સુવિધાઓ નો વધારો કરી ગુરુવારે નવા અદ્યતન કાર્યાલય નું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે સમારંભ નાં ઉદ્દઘાટક નવસારી જિલ્લા સહકારી મંડળીઓના રજિસ્ટર હરેશ કાછડે સંબોધતા સરકારની વિવિધ સ્કીમ નો લાભ લેવા અપીલ કરી વિસ્તૃત માહિતીઓ પ્રદાન કરી હતી. સમારંભ નાં અતિથિ સતિષચંદ્ર રણછોડજી નાયકે વર્ષ 1977 આંદોલન નાં જૂના સંસ્મરણો તાજા કર્યા હતા. અને એપીએમસી નાં સ્થાપના કાળ નાં પ્રસંગો તાજા કર્યા હતા. બીલીમોરા એપીએમસી નાં ચેરમેન ગોવિંદ પટેલે ખેડૂત, વેપારી ને મૂલ્યવર્ધન ભાવ મળી રહે, વેપાર વૃદ્ધિ માટે માળખાકીય સુવિધાઓઅંગે વિસ્તૃત માહિતી સાથે દિવાળી ની શુભેચ્છાઓ પાઠવી હતી. સૌએ એકમેક ને દિવાળી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે સમારંભ નાં પ્રમુખ અરવિંદ (જયંતિ) પટેલ, વાઇસ ચેરમેન અશોકકુમાર ભેરવાની, સેક્રેટરી નિકુંજ કુમાર નાયક, બોર્ડ ઓફ્ ડિરેક્ટર્સ અને મોટી સંખ્યામાં ખેડૂત વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.