- લોકો જોખમી રીતે હજી પણ બોટમાં કરી રહ્યાં છે મુસાફરી
- ઓખા જેટી પર નથી કોઇ પણ પ્રકારની સુરક્ષા
- યાત્રિકોને લાઇફ જેકેટ વિના જ બોટમાં બેસાડાય છે
ઓખા તંત્રની ગંભીર બેદરકારી જેવા મળી રહી છે. ત્યારે જેટી પર કોઇ પણ પ્રકારની સુરક્ષા રાખવામાં આવી નથી. જેમાં ઓખા જેટી પર યાત્રિકોને લાઇફ જેકેટ વિના જ બોટમાં બેસાડાય છે. તેમજ લોકો જોખમી રીતે હજી પણ બોટમાં મુસાફરી કરી રહ્યાં છે.
તંત્રની ગંભીર બેદરકારી રિયાલિટી ચેકમાં સામે આવી
તંત્રની ગંભીર બેદરકારી રિયાલિટી ચેકમાં સામે આવી છે. મીડિયાના અહેવાલો બાદ નિયત કેપેસિટી મુજબ યાત્રીકોને ફેરીબોટમાં બેસાડવામાં આવી રહ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના યાત્રિકોને પહેરવાના લાઈફ જેકેટ હજુ પણ યાત્રિકો પહેર્યા વિના મુસાફરી કરતા નજરે પડ્યા છે. સંદેશ ન્યૂઝ ટીમ દ્વારા ઓખા જેટીએ જ્યારે રિયાલિટી ચેક કરાયું જેમાં યાત્રિકો લાઈફ જેકેટ વિના ફેરી બોટમાં મુસાફરી કરતા નજરે પડ્યા છે.
લાઈફ જેકેટ વિના મોટી જાનહાની સર્જાઈ શકે છે
લાઈફ જેકેટ વિના દરિયામાં કોઈ દુર્ઘટના સર્જાય તો લાઈફ જેકેટ વિના મોટી જાનહાની સર્જાઈ શકે છે. યાત્રિકો માટે મહત્વની સુરક્ષા ગણાતા લાઈફ જેકેટ પહેરવા ફરજીયાત હોવા છતાં તંત્ર અને બોટ માલિકોની ગંભીર બેદરકારી જોવા મળી છે.