- તસ્કર બે મુગટ, છત્તરની ચોરી કરી ભાગી ગયો
- મંદિરમાં ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવતા હિંમતસિંહ સહીત ગ્રામજનો દોડી આવ્યા હતા
- ચાંદીનો 30ગ્રામનો મુગટ અને ચાંદીનું 20 ગ્રામનું છત્ર સહિતના આભુષ ણો ચોરાયા
દહેગામના બારીયા ગામમાં આવેલા રણછોડરાય ભગવાનના મંદિરમાં ચાંદીના આભુષણોની ચોરી કરનાર તસ્કર સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. મંદિરમાં દર્શન કરવાને બહાને આવેલા તસ્કરે લાગ જોઇને મંદિરમાંથી ચાંદીના બે મુગટ તથા છત્રની ચોરી કરી હતી. . ચોરીની ઘટના મામલે મંદિરના ઉપપ્રમુખ તેમજ સરપંચની ફરજ બજાવતા હિમતસિહ ચોૈહાણે દહેગામમાં પોલીસ ફરીયાદ નોંધાવી હતી.દહેગામના બારીયા ગામમાં આવેલા રણછોડરાય ભગવાનના મંદિરમાં ચોરી થઇ હતી. મંદિરના ગર્ભગૃહમાંથી લક્ષ્મીજીની મુર્તી ઉપરનો ચાંદીનો મુગટ ( 100 ગ્રામ વજન) તથા બાજુમાં મુકી રાખેલો બીજો એક ચાંદીનો 30 ગ્રામનો મુગટ અને ચાંદીનું 20 ગ્રામનું છત્ર સહિતના આભુષ ણો ચોરાઇ જતા ગ્રમજનોમાં રોષ ફાટી નિકળ્યો હતો. સરપંચ તેમજ મંદિરમાં ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવતા હિંમતસિંહ સહીત ગ્રામજનો દોડી આવ્યા હતા અને મંદિરમાં સીસીટીવી લગાવ્યા હોવાથી તેના ફુટેજ તપાસતા એક ઇસમ મંદિરમાં સાંજના ચારેક વાગ્યે પ્રવેશ કરીને ગર્ભગૃહમાંથી ઉપરોકત તમામ વસ્તુઓની ચોરી કરતો નજરે પડયો હતો. ચોરી કરેલા મુદ્દામાલની કિંમત 10,500 ની થાય છે. જે મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે અને તસ્કરને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.