- તસ્કરોએ કન્સ્ટ્રક્શન સાઈટ પર સામાન વેરવિખેર કરી નાખ્યો
- લોખંડના રૂપિયા 28 હજારની કિંમતના 16 ફર્મા ચોરાયા
- ખેતર ફરતે RCC બાઉન્ડ્રી બનાવવાનું કામ ચાલતું હતું
બાયડ તાલુકાના તેનપુર ગામની સીમમાં કન્સ્ટ્રક્શન સાઈટ પરથી રૂ. 28 હજારની કિંમતના લોખંડના ફર્માની ચોરી થયાની આંબલીયારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે રસીક અરજણજી ઠાકોર ( ઉ.વ.43, ધંધો કન્સ્ટ્રક્શન, રહે. જીંડવા, તા. દહેગામ, જી. ગાંધીનગર) અલગ અલગ સ્થળે કન્સ્ટ્રક્શનનુ કામ રાખે છે. હાલમાં દહેગામ- બાયડ હાઈ-વે પર તેનપુર ગામની સીમમાં શિવ પાર્વતી કોલ્ડ સ્ટોરેજની બાજુમાં ખેતરની ફરતે આરસીસીની બાઉન્ડ્રી બનાવવાનુ કામ રાખ્યુ છે. ગત તા. 29ના રોજ સાંજના સુમારે તેઓ અને તેમના માણસો સાઈટ પર કામ પુર્ણ કરી સામાન ગોઠવી ઘરે ગયા હતા. ગત તા. 1લી માર્ચના રોજ સવારે પરત ફર્યા ત્યારે સાઈટ પર સામાન વિખેરાઈ ગયેલો હતો. લોખંડના ચાર ફર્મા ઓછા હતા. અગાઉ પણ તા. 24ની રાત્રે 12 ફર્મા ચોરાયા હતા. આમ કુલ રૂ. 28 હજારની કિંમતના 16 ફર્મા ચોરાયાની આંબલીયારા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુ નો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.