બાબાસાહેબની જન્મજયંતિની રેલીમાં પોલીસ કર્મીઓએ અનુસૂચિત સમાજના લોકો સાથે અભદ્ર વર્તન કર્યાની

HomeDholkaબાબાસાહેબની જન્મજયંતિની રેલીમાં પોલીસ કર્મીઓએ અનુસૂચિત સમાજના લોકો સાથે અભદ્ર વર્તન કર્યાની

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • પોલીસકર્મી મુકેશસિંહની બે વાર બદલીઓ થવા છતાં કેમ પોલીસ સ્ટેશન છોડતા નથી ? : જનતા
  • ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 16 પોલીસ કર્મીઓની અન્યત્ર બદલીના ઓર્ડર
  • અનુસૂચિત સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો

ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં 14 એપ્રિલ રવિવારના રોજ બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે રેલી નું આયોજન કરાયું હતું. જેમાં ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ ભાવેશ રાઠોડ અને કોસ્ટેબલ મુકેશસિંહ જાદવે અનુસૂચિત સમાજના લોકો સાથે ગેરવર્તણૂક કરી હતી. જેને લઇ અનુસૂચિત સમાજના લોકો રોષે ભરાયા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક તરીકે અમિત વસાવા ફરજ બજાવતા હતા ત્યારે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમિત વસાવાએ તારીખ 19/04/2023 ના રોજ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 16 પોલીસ કર્મીઓની અન્યત્ર બદલીના ઓર્ડર કર્યા હતા. જેમાં મુકેશસિંહ નામના પોલીસ કર્મીની કણભા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરાઈ હતી. પરંતુ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાંથી છુટા થયા ન હોતા. અને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં હજુ સુધી ફરજ બજાવી રહ્યા છે. ધોળકા શહેરની પ્રજામાં લોકમુખે એવું ચર્ચાઇ રહ્યું છે કે મલાઈદાર પોસ્ટિંગ હોવાના કારણે તેઓ અન્યત્ર જવા માગતા નથી તેવું લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું છે. બીજી બાજુ ધોળકા ખાતે કલિકુંડ સર્કલથી પાર્શ્વનાથ સર્કલ તરફ્ આવી રહેલ અમુક ખાનગી લક્ઝરી બસોના ડ્રાઇવરો એ પાર્શ્વનાથ સર્કલ પાસે પોતાની બસો રોડ વચ્ચે ઉભી કરી દઈને હડતાલ કરી હતી. ત્યારે તા. 14 એપ્રિલ રવિવારના રોજ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે કલિકુંડ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ ભાવેશ રાઠોડ અને કોન્સ્ટેબલ મુકેશસિંહ જાદવે અનુસૂચિત સમાજના લોકો સાથે ગંદી ગાળો અભદ્ર વર્તન કર્યું હતું. સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકો ભેગા મળીને કલિકુંડ પોલીસ ચોકી એ ભેગા થઈ કાર્યવાહી કરવા માંગ કરી હતી. ત્યારબાદ ધોળકા ડીવાયએસપી ઓફ્સિ કચેરીએ સમાજના લોકોએ લેખિતમાં રજૂઆત કરી પીઆઈ ભાવેશ રાઠોડ અને કોન્સ્ટેબલ મુકેશસિંહ જાદવને સસ્પેન્ડ કરવા રજૂઆત કરાઈ હતી. કોન્સ્ટેબલ મુકેશસિંહ ની ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં બદલી થઈ ગઈ હોય અને છુટા પણ કરી દીધેલ હોય છતાં ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન ની બદલે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ધોળકાની જાગૃત જનતામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon