બાપુનગરમાં આતંક ફેલાવનારના 3 આરોપી રિમાન્ડ પર, ફઝલ સામે 16 ગુના નોંધાયેલા છે | bapunagar antisocial elements terror ahmedabad metropolitan court grant three days remand of accused

HomeAhmedabadબાપુનગરમાં આતંક ફેલાવનારના 3 આરોપી રિમાન્ડ પર, ફઝલ સામે 16 ગુના નોંધાયેલા...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Ahmedabad News: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બુધવારે (18 ડિસેમ્બર) રાત્રે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતાં. જેમાં અમુક અસમાજિક તત્વો દ્વારા છરી અને તલવારથી દાદાગીરી કરતાં જોવા મળ્યા હતાં. જે પોલીસને આ હથિયારો બતાવી ભગાડતા દેખાતા હતાં. આ ઘટના બાદ સિસ્ટમે ત્રણ શખસ ફઝલ, અલ્તાફ અને મહેફુસને મેટ્રોપોલિન કોર્ટમાં 14 દિવસની રિમાન્ડની માંગ કરી હતી જેમાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. 

ત્રણેય આરોપીનો ગુનાહિત ઈતિહાસ

પોલીસે આરોપી વિશે માહિતી આપતા જણાવ્યું કે, આ તમામ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાંથી આરોપી ફઝલ સામે 16 ગુના અને 2 વાર પાસ તેમજ એક વખત તડીપાર પણ કરવામાં આવ્યો છે. આ સિવાય આરોપી અલ્તાફ સામે કુલ 3 ગુના નોંધાયેલા છે અને પાંચ વખત પાસા થયેલા છે. ત્રીજા આરોપી મહેફુઝ સામે ત્રણ ગુના નોંધાયેલા છે અને તેને પણ એક વખત પાસા થયેલ છે.

આ પણ વાંચોઃ અમદાવાદ પાર્સલ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપીની ધરપકડ, ષડ્યંત્રનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ

કુલ 11 આરોપીમાંથી 3 ની ધરપકડ

સમગ્ર મામલે પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યું કે, કેસમાં કુલ 11 લોકોની સંડોવણી થછે અને તેમાંથી 6 આરોપીઓના નામ સામે આવ્યા છે. આ છ આરોપીમાંથી 3 ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓ હજુ ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે. આરોપી પાસે રહેલાં હથિયારોની જપ્તી કરવાની બાકી છે. હાલ, તમામ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે, પરંતુ તેમાંથી કોઈએ હજુ સુધી તેમના સહ-આરોપીઓની માહિતી પોલીસને આપી નથી. 

આ પણ વાંચોઃ લોકોમાં ડરનો માહોલ! અમદાવાદ બાદ રાજકોટ-ભાવનગરમાં ખુલ્લી તલવાર સાથે લુખ્ખાઓનો આતંક

કોર્ટે મંજૂર કર્યાં રિમાન્ડ

સુનાવણી દરમિયાન આરોપીઓના વકીલે દલીલ કરી હતી ગકે, આરોપીઓ 24 કલાક પોલીસ કસ્ટડીમાં હતાં, તેઓએ પોલીસ તપાસમાં પણ પૂરતો સહયોગ આપ્યો છે. બીજા આરોપીઓને પકડવા વર્તમાન આરોપીઓવી ફિઝિકલ હાજરી જરૂરી નથી. તેમજ આરોપીઓને હાલ પહેલાંના ગુના માટે રિમાન્ડ ન આપી શકાય. અંતે કોર્ટે બંને પક્ષને સાંભળી ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon