આણંદમાં તંત્રના આરોગ્ય વિભાગે અલગ-અલગ સ્થળોએ તવાઈ બોલાવી. કેટલીક હોટલોમાં દરોડા પાડતા ફફડાટ ફેલાયો. તપાસ દરમિયાન હોટલોમાં બિનખાદ્ય ચીજ વસ્તુ તેમજ ગંદકીની હકીકત સામે આવતા આરોગ્ય વિભાગની ટીમે 5 હોટલોને સીલ કરી છે. આરોગ્ય વિભાગના મતે આ હોટલોના રસોડામાં ગંદકી, જીવજંતુઓ, ગંદા પાણીના નિકાલનો અભાવ હતો. આ ઉપરાંત બિન ખાદ્ય સામગ્રીઓ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી. વિદ્યાનગર શહેરની હોટલોમાં આણંદ મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગ અને સ્વચ્છતા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. નાઝ હોટલ, સીટી પોઇન્ટ હોટલ, રાજસ્થાની હોટલ તાજા, પીઝા હોટલ અને હોટલ વોક ફૂડમાં આરોગ્યની ટીમ ત્રાટકી હતી. આ હોટલોના રસોડામાં ગંદકી જીવજંતુઓ ફરતા દેખાયા. આ ઉપરાંત રસોડામાં પણ ગંદા પાણીનો ઉપયોગ થતો હોવાનું સામે આવતા 5 હોટલોને સીલ કરી દેવામાં આવી છે.
Source link