જૂનાગઢ: હવે થોડા દિવસો બાદ દિવાળીનો પર્વ આવી રહ્યો છે. જેના કારણે લોકોએ તૈયારી કરી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ દિવસોમાં લોકો ખરીદી પણ કરતા હોય છે. ત્યારે જૂનાગઢમાં તમામ જગ્યાએ શોપિંગની ભારે ભીડ જોવા મળી રહી છે. દરેક જગ્યાએ ભારે ભીડમાં મહિલાઓ કેટલી સતર્ક છે તે, જાણવા માટે એક નવતર અભિગમ અપનાવ્યો હતો. જેમાં ખરીદીમાં વ્યસ્ત મહિલાઓ પોતાના કીમતી સામાન પ્રત્યે કેટલી બેદરકાર છે. તે જોવા મળ્યું હતું.
ખરીદીમાં વ્યસ્ત મહિલાઓને કરી સજાગ
દિવાળીનો પર્વને લઈ સુરત પોલીસ એક્શનમાં આવી છે. દિવાળી ટાણે અનેક ચોરી-લૂંટ અને ઉચાપતની ઘટનાઓ બનતી હોય છે. જેથી ખાસ કરીને મહિલાઓ કેટલી સજાગ છે તે અંગે જાણવા તેમજ તેમને જાગૃત કરવા માટે જૂનાગઢ પોલીસ દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે શોપિંગ કરવા માટે મહિલાઓ પોતાના સામાન પ્રત્યે અને કીમતી ચીજ વસ્તુઓ પ્રત્યે બેધ્યાન બની જાય છે ત્યારે અનેક વસ્તુ ગુમાવી દે છે અને તેના લીધે નુકસાની વેઠવી પડે છે. ક્યારેક સંજોગોમાં સીસીટીવી જેવી ટેકનોલોજી પણ અમુક સ્થળે ન હોવાથી લે ભાગુતત્વો તેનો લાભ લઈ લેતા હોય છે તેથી હંમેશા પોતાના સામાન પ્રત્યે કાળજી દાખવવી જોઈએ અને કોઈ પણ ખિસ્સા કાતરૂ આનો ભોગ ન બનાવે તે માટે સજાગ બને તે માટે પોલીસ દ્વારા મહિલાઓને સજાગ કરવામાં આવી હતી.
ડીવાયએસપીએ આપી પ્રતિક્રિયા
આ મામલે DySP હિતેશ ધાંધલિયા સંજોગોવસાત ટેલીફોનિક પ્રતિક્રિયા આપતા લોકલ 18ને જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જ્યારે મહિલાઓ શોપિંગ માટે આવતા હોય છે ત્યારે ખરીદીમાં એટલા વ્યસ્ત બની જતા હોય છે કે અમુક વખતે બાળકો વિખુટા પડી જતા હોય, પોતાના કીમતી પર સામાન અને મોબાઈલનું પણ ધ્યાન ન રહેતું હોય. આ સાથે અમુક વખતે ગળામાં પહેરેલા સોનાના દાગીનાનું પણ સ્નેચિંગ થઈ જાય છે. ત્યારે મહિલાઓ સજાગ બને, શોપિંગ કરવા આવેલા દરેક લોકો ખરીદીની સાથે સાથે પોતાની પાસે રહેલી દરેક વસ્તુ તથા પોતાના બાળકોનું પણ ધ્યાન રાખે તે માટે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. લોકોનો પણ આ મામલે સારો સપોર્ટ પોલીસને મળ્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર