બનાસકાંઠા: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસમાં અનેક પ્રકારના તહેવારો આવતા હોય છે. આ મહિનામાં મોટા ભાગના લોકો શિવજીની આરાધના કરતા હોય છે. શ્રાવણ માસમાં અનેક પવિત્ર દિવસો આવતા હોય છે. તેમાનો એક દિવસ ભાદરવી સુદ બીજનો દિવસ છે. આ દિવસે દર્શન કરવા જતા મોટાભાગના પદયાત્રીઓની બનાસકાંઠા પોલીસ સેવા કરી રહી છે.
ભાદરવી સુદ બીજના દિવસે ભગવાન રામદેવ પીરના દર્શન કરવાનો અનેરો મહિમા ભક્તોમાં રહેલો છે. આ દિવસને લઈ મોટાભાગના ભક્તો પદયાત્રા કરી રાજસ્થાનમાં આવેલા રામદેવ પીરના મંદિરે પહોંચે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો રાજસ્થાનમાં આવેલું રામદેવરા રામાપીરના મંદિરે લોકો પદયાત્રા કરી ભાદરવી સુદ બીજના દિવસે દર્શન કરવા પદયાત્રિકો મોટી સંખ્યામાં પહોંચતા હોય છે. અને ત્યાં મોટો મેળો પણ ભરાતો હોય છે.
બનાસકાંઠામાં આવેલા ધાનેરામાં પોલીસ ટીમ દ્વારા નેનાવા ચેકપોસ્ટ પર રાજસ્થાનમાં આવેલું રામદેવરા રામાપીરના મંદિરે પદયાત્રા કરી જતા પદ યાત્રિકોની સેવા કરવામાં આવે છે. પોલીસ ટીમ દ્વારા છેલ્લા 10 વર્ષથી આ સેવાની કામગીરી કરવામાં આવે છે.
આ સેવા કેમ્પમાં પદયાત્રિકોને શરીરમાં એનર્જી રહે તે માટે લીંબુ શરબત આપવામાં આવે છે. તેમજ પદયાત્રિકો શાંતિથી આરામ કરી શકે તે માટે આરામની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. સાથે જ રસ્તામાં કોઈ અગવડતા ન પડે તે માટે ધાનેરા પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર