- રાજસ્થાન તરફથી આવતી બસનું ચેકિંગ કરતા 48 લાખ મળ્યા
- રાજસ્થાનના સિવાણાના સલિમ હબીબની અટકાયત
- નેનાવા ચેકપોસ્ટ ઉપર બસમાં ચેકિંગ કરાયું હતુ
બનાસકાંઠામાં ખાનગી બસમાંથી રૂપિયા 48 લાખ રોકડા મળ્યા છે. બસમાં તપાસ કરતા કંડક્ટર પાસેથી બેગમાં રૂપિયા મળ્યા હતા. રાજસ્થાન તરફથી આવતી બસનું ચેકિંગ કરતા 48 લાખ મળ્યા છે. તેમાં રાજસ્થાનના સિવાણાના સલિમ હબીબની અટકાયત કરવામાં આવી છે.
નેનાવા ચેકપોસ્ટ ઉપર બસમાં ચેકિંગ કરાયું હતુ
નેનાવા ચેકપોસ્ટ ઉપર બસમાં ચેકિંગ કરાયું હતુ. તેમાં રૂપિયા ક્યાંથી ક્યાં જઇ રહ્યા હતા તે તપાસ હાથ ધરાઈ છે. જેમાં ધાનેરા પોલીસે સમગ્ર મામલે પૂછપરછ શરૂ કરી છે. ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ ઉપરથી48 લાખ રોકડ ભરેલી બેગ ઝડપાઇ છે. ખાનગી બસની તલાશી લેતા સમય કંડકટર પાસેથી બેગમાં રૂપિયા મળ્યા હતા. રાજસ્થાનના સિવાણાના સલિમ ઉર્ફે સલ્લુખાન હબીબની પોલીસે અટકાયત કરી છે.
અગાઉ અમદાવાદ પાર્સિંગ ગાડીમાંથી 79 લાખ રૂપિયા રોકડ ઝડપાઈ હતી
અગાઉ અમીરગઢ બોર્ડર પરથી વાહન ચેકીંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી અમદાવાદ પાર્સિંગ ગાડીમાંથી 79 લાખ રૂપિયા રોકડ ઝડપાઈ હતી. જેમાં અમીરગઢ બોર્ડર ઉપર પોલીસ રૂટિંગ ચેકિંગ કરી રહી હતી તે સમય દરમિયાન રાજસ્થાન તરફથી આવતી બ્રેઝા ગાડીને શંકાસ્પદ લાગતા પોલીસે રોકાવી તપાસ કરતા પોલીસને ગાડીમાંથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવતા પોલીસે તાત્કાલિક ડ્રાઇવરની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.