કિશોર તુવર, બનાસકાંઠા: બનાસકાંઠાના ધાનેરામાં આવેલ મધુસુદન વિલાના રહેણાંક મકાનમાં ભેદી ધડાકો થયો હતો. જોકે ભેદી ધડાકો અને આગ લાગતા ઘરવખરી સહિત મકાનને મોટું નુકસાન થયું હતું. ધડાકાના કારણે મકાનમાં તિરાડો પડતા મકાન ક્ષતિગ્રસ્ત થયુ હતું તો મકાનમાં રહેલા બે વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે આ ભેદી ધડાકો ગેસની બોટલ લીકેજના કારણે કે અન્ય કારણોસર થયો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.
ધાનેરાના મધુસુદન વિલામાં આવેલ મકાનમાં વહેલી સવારે ધડાકાભેર આગ લાગતા અફરતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે મકાનમાં ગેસની બોટલ કે પછી અન્ય કારણોસર ધડાકો અને આગ લાગતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ત્યાં જ આ ઘટનામાં બે વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે બનેલી આ ઘટનામાં મકાનમાં મોટી તિરાડો પડી અને ઘરવખરી સહિત સામાન બળીને રાખ થયો છે. હાલમાં બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ભેદી ધડાકાને લઈને તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર મામલે તપાસ હાથ ધરાય છે. આ ભેદી ધડાકો કઈ રીતે થયો તેને લઈને ધાનેરા પોલીસે અરજી લઈ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ ગેસ એજન્સી દ્વારા પણ હાલ ગેસની બોટલ સહિત સગડી અને તમામ મકાનમાં પડેલા સરસામાનની પણ તપાસ હાથ ધરી છે. જોકે ભેદી ધડાકો કયા કારણોસર થયું તેને લઈને તપાસ શરૂ કરાઇ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
- First Published :