ફૂડ ડિલીવરી બોય દ્વારા ગૃહિણીની છેડતી કરવામાં આવતા ફરિયાદ | Complaint of a housewife being molested by a food delivery boy

HomeBanaskanthaફૂડ ડિલીવરી બોય દ્વારા ગૃહિણીની છેડતી કરવામાં આવતા ફરિયાદ | Complaint of...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

વડોદરા,ફૂડ ઓર્ડરની ડિલીવરી માટે ગયેલા ડિલીવરી બોય દ્વારા મહિલા ગ્રાહકની છેડતી કરવામાં આવી હતી. જે અંગે લક્ષ્મીપુરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડયો છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ન્યૂ અલકાપુરી વિસ્તારમાં રહેતી ૩૬ વર્ષની ગૃહિણીએ ઝોમેટો  પર ફૂડનો ઓર્ડર કર્યો હતો. તે ઓર્ડર ડિલીવર કરવા માટે એક યુવક આવ્યો હતો. દરવાજો ખોલતાની સાથે જ યુવકે કહ્યું હતું કે,  હાય, તમે બહુ સુંદર લાગો છો. આઇ લવ યુ…. તેણે મહિલાનો હાથ પકડવાની પણ કોશિશ કરી હતી. પરંતુ, મહિલાએ દરવાજો બંધ કરી  દેતા ડિલીવરી બોય જતો રહ્યો હતો. આ અંગે મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે કંપનીમાં તપાસ કરતા ફૂડ ડિલીવરી કરવા આવેલા ડિલીવરી બોયનું નામ મોહંમદઅકમલ મારૃફએહમદ સિરાજવાલા, ઉં.વ.૧૯  (રહે. વાડી, મોગલવાડા ) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon