કચ્છ: અંજારના મેઘપર બોરીચી નજીક નાલા પાસે એક ફિલ્મી ઢબે લૂંટની ઘટના બની છે. બે બાઈકસવાર લૂંટારૂઓએ એક એક્ટિવા સવારને નિશાન બનાવી રોકડ રકમની લૂંટ ચલાવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, એક્ટિવા પર સવાર એક વ્યક્તિ જતા હતા ત્યારે બંને બાઈકસવાર લૂંટારૂઓએ તેમને ટક્કર મારી તેમના સ્કૂટરમાંથી રૂ.7 લાખની રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. અંજાર પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર બનાવની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે અંધારાનો લાભ લઈને છાકટા બની ગયેલા લૂંટારુઓ સામે પોલીસ તાબડતોબ એક્શન લે તેવી લોક માગ ઉઠવા પામી છે.
Source link