– મહાપાલિકાના એસ્ટેટ વિભાગે ચોમાસા પૂર્વે શહેરમાં આવેલી મિલકતોનો સર્વે કર્યો
– અત્યંત જર્જરિત 51 બહુમાળી ઈમારતોમાં વીજ, પાણી તથા ગટર કનેકશન બંધ કરવા હુકમ : 33 ઈમારતના મિલકતધારોને સ્થળાંતરણ કરવા તાકિદ કરાઈ
ભાવનગર : ચોમાસું નજીક આવતાં જ મહાપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરી આરંભી છે. મનપાના એસ્ટેટ વિભાગે પ્રિ-મોન્સૂન પૂર્વે શહેરમાં કરેલાં સર્વેમાં ૨૨૭ જર્જરિત મિલકત મળી આવતાં તંત્રએ નોટિસ આપી તમામ મિલકતને ભયમુક્ત કરવા તાકિદ કરી છે. જયારે, ૨૨૭ પૈકી ૩૩ બહુમાળી ઈમારતો અત્યંત ભયજનક હોવાથી તમામને મિલકતને નોટિસ આપવામાં આવી છે.
રાજ્યના હવામાન વિભાગે આગામી ૧૫ જૂથથી ભાવનગર શહેર અને જિલ્લામાં પણ વરસાદનું આગમન થવાની સાથે ચોમાસું બેસી જવાની આગાહી કરી છે.જેની પૂર્વ તૈયારીરૂપે ભાવનગર મહાનગરપલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરી હતી. જેમાં તંત્રના મુખ્ય આઠ વિભોગો પૈકી રોડ, પાણી, ડ્રેનેજ, સ્ટ્રોમ ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ અને ફાયર દ્વારા વૃક્ષછેદન સહિતની કામગીરી ચાલી રહી હોવાનું સૂત્રાએ જણાવ્યું હતું. એ જ રીતે પ્રિ-મોેન્સૂન પૂર્વે મહાપાલિકાના એસ્ટેટ વિભાગે શહેરમાં આવેલી ભયજનક અને જર્જરિત મિલકતોનો સર્વે શરૂ કર્યો હતો. જેમાં શહેરમાં બહુમાળી ઈમારત, ફલેટ કે કોમ્પલેક્ષ પ્રકારની હોય તેવી ૯૧ મિલકતો સહિત કુલ ૨૨૭ મિલકતો ભયજનક હોવાનું સર્વેમાં તારણ નિકળ્યું હતું.એસ્ટેટ વિભાગે આ મિલકતધારકોને જીપીએમસી એક્ટની કલમ-૨૬૪ મુજબ નોટિસ ફટકારી તાકિદની અસરથી તેને ભયમુક્ત કરવા એટલે કે રિપેર કરવા તાકિદ કરી છે.જયારે, આ ૯૧ પૈકી ૫૧ બહુમાળી ઈમારતોની હાલત વધુ ભયજનક હોવાથી આ તમામ ઈમારતોમાં તાકિદની અસરથી વીજ, પાણી તથા ગટર કનેકશન બંધ કરવા માટે મહાપાલિકાએ સંબંધિત વિભાગને હુકમ કર્યો છે. જેનો આગામી સપ્તાહથી અમલ શરૂ થવાનો હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું.
આ ઉપરાંત, સર્વેમાં ૩૩ બહુમાળી ઈમારતો એવી રીતે નોંધાઈ છે જેમની હાલત અત્યંત નાજૂક હોવાથી તેમાં રહેતાં રહેવાસીઓ તથા કોમર્શિયલ મિલકતના આસામીઓને ઝડપથી સલામત સ્થળે ખસી જવા તાકિદ કરી છે. સૂત્રોના જણાવ્યાનુંસાર આ ૩૩ ઈમારતોને અગાઉ પણ તેમની જર્જરિત સ્થિતિને લઈ નોટિસ આપી તેને ભયમુક્ત કરવા તાકિદ કરાઈ હતી. તેમ છતાં સમયમર્યાદમાં આ કામગીરી ન થતાં તમામ ૩૩ બહુમાળી ઈમારતોને અંતિમ નોટિસ આપવામાં આવી છે અને મિલકતધારોકને ઝડપથી તેમની મિલકત ખાલી સ્થળાંતરણ કરવા સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રોએ વિગત આપતાં અંતમાં જણાવ્યું હતું.
હા. બોર્ડના 1177 મકાનોનો વપરાશ બંધ કરવા હુકમ કરાયો
ભાવનગર શહેરમાં આવેલી ખાનગી અને રહેણાંકીય મિલકતો ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં આવેલી જર્જરિત ઈમારતો અંગે પણ તંત્રએ સતર્કતા દાખવી છે, મહાપાલિકાના એસ્ટેટ વિભાગે બોર્ડની રાજકોટ કચેરીને જાણ કરી શહેરમાં આવેલી બોર્ડની વિવિધ વસાહતો પૈકી ૧૧ વસાહતના ૮૧ બ્લોકના ૧૧૭૭ મકાનો તાત્કાલિક અસરથી ખાલી કરવા કે તેનો વપરાશ બંધ કરવા જાણ કરવામાં આવી છે. ઉપરાંત, બોર્ડની ૯ વસાહતના ૫૫ બ્લોકના ૬૬૦ મકાનો ખાલી કરવા એસ્ટેટ વિભાગે નોટિસ આપી છે.
[ad_1]
Source link