Home Amreli પ્રથમ વરસાદે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી

પ્રથમ વરસાદે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી

પ્રથમ વરસાદે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી

અમરેલીના રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. ઠેર-ઠેર પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા રોડ-રસ્તા પર વાહન ચાલકો પરેશાન થયા છે. માર્ગો પર નદી જેવું વહેણ જોવા મળી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. બજારો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. તંત્રએ પાણીનો નિકાલ કરવા માટે તજવીજ હાથ ધરી છે. અમરેલીના રાજુલા તાલુકાના ધાતરવડી ડેમ-2માં ભારે વરસાદને કારણે પાણીની આવક થઈ છે. એક સાથે 16 દરવાજા 3-3 ફૂટ ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા ખાખબાઈ, વડ, ઉછેયા, રામપરા, હિંડોરણા સહિત નદી કાંઠાના ગામડાં એલર્ટ કરાયા છે. અહીંના સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ભારે વરસાદના કારણે પાણીની સતત આવક થઈ રહી છે. નદીઓમાં નવા નીર આવતા તે બંને કાંઠે વહી રહી છે. ધાતરવડી નદીમાં ઘોડાપુરની સ્થિતિ નિર્માણ થઈ છે. પ્રથમ વરસાદે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. કારણ કે સમગ્ર જિલ્લામાં વરસાદ અવિરત શરૂ છે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here