જ્યાં ટુ વ્હીલરના પ્રવેશ પર પાબંધી હોય છે તેવા એક્સપ્રેસ વેનો ચોંકાવનારો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એક્સપ્રેસ-વે પર જ્યાં ટુ-વ્હીલર માટે પ્રતિબંધિત છે, ત્યાં બાઈક ચાલક બેદરકારી પૂર્વકનું ડ્રાઇવિંગ કરતો કેમેરામાં કેદ થયો છે. પૂરપાટ ઝડપે પહેલી લેનમાંથી બીજી લેનમાં સર્પાકાર રીતે બાઈક ચલાવી જોખમી રીતે ફોર વ્હીલરને આ બાઈક ચાલક ઓવરટેક કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આમ તો એક્સપ્રેસ હાઈવે ટુ વ્હીલર માટે પ્રતિબંધિત હોવા છતાં કેવી રીતે ઘૂસ્યો તે પણ એક સવાલ મોટો સવાલ છે. નડિયાદ નજીક એક્સપ્રેસ હાઈવે પરનો આ વાયરલ વિડીયો હોવાનું મનાઈ રહ્યું છે. ગેરકાયદેસર રીતે બાઈક ચાલક ઘૂસતા એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી પર સવાલ ઉઠી રહ્યા છે. GJ 03 DF 5806 નંબરનું બાઈક લઈને પુરપાટ ઝડપે પસાર થઈ રહેલો આ શખ્સ કોણ છે અને કઈ રીતે પ્રતિબંધિત નેશનલ હાઈવે પર પ્રવેશ્યો તે તપાસનો વિષય છે.
Source link