- વિસનગરમાં વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ માટેના અભિયાન અંતર્ગત લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ યોજાયો
- પોલીસની વ્યાજખોરોની ચુંગાલમાંથી લોકોને બચાવવા સરાહનીય પ્રયાસ કર્યો છે
- લોકોને પણ ચેકોનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરાયું હતું
ગુજરાત સરકારના ગૃહવિભાગ દ્વારા વ્યાજખોરીના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટેના અભિયાન અંતર્ગત બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ સાથેના સંકલન દ્વારા મહેસાણા પોલીસની પ્રજાલક્ષી પહેલ અંતર્ગત લોન-ધિરાણ માર્ગદર્શન કેમ્પ વિસનગર એ.પી.એમ.સી.ના હોલમાં યોજાયો હતો. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની બેન્કોમાં વિવિધ પ્રકારની લોનો કેવી રીતે મેળવી શકાય તે અંગે અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિસનગર એ.પી.એમ.સી. હોલ ખાતે રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા વ્યાજખોરોના ત્રાસમાંથી લોકો કેવી રીતે બચી શકે તે અંતર્ગત જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને તેમાંથી મુક્તિ કેવી રીતે મળે એ અંગે કેમ્પનું આયોજન કરી લોકોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી બેન્કોમાં વિવિધ પ્રકારની લોનો કેવી રીતે મેળવી શકે તે હેતુથી માર્ગદર્શનઆપવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન હેઠળ કેમ્પનું આયોજન કરાયું હતું. પોલીસ વડાએ જણાવ્યું હતુ કે, મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી જે લોકો પીડિત છે એ લોકો પોલીસનો સંપર્ક કરી શકે છે. વ્યાજખોરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરાશે. કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે, મહેસાણા જિલ્લા પોલીસની વ્યાજખોરોની ચુંગાલમાંથી લોકોને બચાવવા સરાહનીય પ્રયાસ કર્યો છે. વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે, જે લોકો વ્યાજખોરોથી પીડિત હોય તેવોએ વિના સંકોચે પોલીસ સમક્ષ જઈ ફરિયાદ કરવી જોઈએ. લોન-ધિરાણ માટે બેન્કોનાના સંપર્ક કરી લોન મેળવી શકાય છે. કેબીનેટ મંત્રીના હસ્તે બેન્ક ઓફ બરોડામાંથી ભેંસોનો તબેલો કરવા માટે રૂ.સાડા 4લાખની લોનનો ચેક અર્પણ કરાયો હતો. તેમજ અન્ય લોકોને પણ ચેકોનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે કેબીનેટમંત્રી ઋષિકેશ પટેલ, ઊંઝાના ધારાસભ્ય, જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી, મહેસાણા ગ્રામીણ બેન્ક, વિસનગર ગ્રામીણ બેન્કના મેનેજરો, એ.પી.એમ.સીના ચેરમેન પ્રીતેશ પટેલ, કનુભાઈ ચૌધરી, બેન્ક ઓફ બરોડાના મેનેજર, તાલુકા પંચાયત પ્રમુખ, નગર પાલિકા પ્રમુખ, નાયબ પોલીસ અધિક્ષક ચૌહાણ સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.