- વિપક્ષના સભ્યોની સૂચક ગેરહાજરી
- પુલ બોન્ડ ઇસ્યૂનો નિર્ણય લેવાશે
- 34 કામો મુદ્દે તબક્કાવાર ચર્ચા હાથ ધરાઇ
પેટલાદ નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞેશ જોશી અને ચીફ ઓફિસર પંકજ બારોટની ઉપસ્થિતિમાં આજે સોમવારે સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં એજન્ડાના 34 કામો મુદ્દે તબક્કાવાર ચર્ચા હાથ ધરાઇ હતી. પરંતુ વિરોધપક્ષના માત્ર ચાર સભ્યો જ હાજર રહ્યા હતા. જેમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની મુર્તિપ્રતિષ્ઠા મુદ્દે અભિવાદનનો ઠરાવ કરાયો હતો. ત્રિમાસિક હિસાબો, શાળા સમિતીની ભલામણો સહિતના અનેક કામોને બહાલી અપાઇ છે.
પેટલાદ નગરપાલિકાની સામાન્ય સભા આજે સાંજે 4.00 કલાકે પાલિકાના સભાખંડમાં મળી હતી. જેમા એજન્ડાના કામોમાં પરમાણિયા તળાવનુ રીનોવેશન, જોગણી માતા મંદિરનો સીસી રોડ, નગરપાલિકાના પ્લોટમાં બનાવેલ આંગણવાડી અને બે આંગણવાડીની મંજુરી મેળવવાની પ્રક્રિયા, વીજબીલ પ્રોત્સાહન યોજના માટેની દરખાસ્ત, ટીપી સ્કીમ નં. 2ના પ્લોટ નં. 44-1વાળી ઉપનગર કેન્દ્રમાં 15મા નાણાપંચનો વર્ષ 2021-22ના પ્રતમ હપ્તા અને બીજા હપ્તાની ગ્રાન્ટમાથી કમ્પાઉન્ડ વોલ બનાવવી, ટીપી સ્કીમ્ નં. 1માં હિરાપાર્ક સોસાયટીથી જીઆઇડીસી માર્ગ ઉપર આવેલ ખુલ્લા કાંસમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજનુ નિર્માણ કરવુ, ટોયલેટ બ્લોક બનાવવા, જર્જરિત પેશાબખાનાનુ રીપેરીંગ કરવુ, શાકભાજી સરમાર્કેટની જમીનનો ભાડાપટ્ટો રીન્યુઅલ કરવો, કોલેજ ચોકડી સર્કલની એનઓસી આપવા, જુદા-જુદા વિસ્તારના વિકાસકામો હાથ ધરવા, પુલ બૅોન્ડ ઇસ્યુ. સીસી રોડના નિર્માણ, ગ્રાન્ટના વિકાસ કામો તેમજ કોલેજ ચોકડી ગેટ ઉપર ડીજીટલ કલૉક મુકવાનો નિર્ણય, સફાઇ કામદારોની ભરતી, ફિકસ પગારથી ફરજ બજાવતા કર્મચારીઓનો પગાર વધારો, સોફ્ટવેરના મેન્ટેનન્સની કામગીરી, વિકાસકામોના કામ, એસ્ટીમેટ-ભાવો, ટાઉનહોલ નિર્માણ માટે અનુભવી નિષ્ણાંતની નિમણુંક કરવી, બેઠકમા સત્તાધારી જુથના 20 જયારે વિરોધપક્ષ કોંગ્રેસના 13 સભ્યો પૈકી માત્ર 4 સભ્યો હાજર રહ્યા હતા. જયારે 9 સભ્યો ગેરહાજર રહ્યા હતા.