- સાણંદ જીઆઈડીસી વિસ્તારની ઘટનાથી ચકચાર
- ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર ધસી જઈને તપાસ આદરી
- પૂર્વ પતિએ હુમલા સમયે જાગી જનાર પત્ની પર પણ હુમલો કરતા ઈજાગ્રસ્ત
સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં પૂર્વ પતિએ પોતાની પત્નીના પ્રેમીને કે જેની સાથે પત્ની લિવ ઈનમાં રહેતી હતી તેને માથાના ભાગે લોખંડનાં પદાર્થનાં ફટકા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ બનાવની જાણ સમગ્ર સાણંદ પંથકમાં થતાં ચકચારી લાગણી ફેલાઈ હતી.
સાણંદમાં વિરમગામ હાઈવે પર આવેલ ઉમા એસ્ટેટની એક ખાનગી કંપનીમાં રહેતા પોતાનું ગુજરાન ચલાવતા અભિષેક દિનેશજી ડામોર(ઉં.વર્ષ-22), મુળ રહે. કાતરવાસ, જડોલાફલા, તા.ખેરવાડા, જિ. ઉદયપુર, રાજસ્થાન) જે અહીં પ્રિયંકા નામની છોકરી સાથે લિવ ઈનમાં રહેતો હતો. તા.30મી એપ્રિલના રોજ રાત્રીનાં આઠ વાગ્યા આસપાસના સુમારે પ્રિયંકા તથી અભિષેક કંપનીની રૂમમાં સૂતા હતા. ત્યારે અંધારામાં પ્રિયંકાનાં પૂર્વ પતિ કે જેમનાથી સમાજિક રીતે તેણે છૂટા છેડા લીધેલ હતા તે જુવાન દુબળાભાઈ વડેરા(રહે-પરોસડા, તા.વિજયનગર, જિ.સાબરકાંઠા) અચાનક ધસી આવેલ અને લોખંડની કોઈ વસ્તુ વડે અભિષેકનાં માથા પર હુમલો કરેલ પ્રિયંકા જાગી જતા તેને રોકવાની કોશીશ કરતાં પ્રિયંકાને પણ ઈજાઓ પહેંચાડી નાસી છુટયો હતો. અભિષેકને માથાનાં ભાગે તેમજ પ્રિયાંકાને ઈજાઓ થતાં સાણંદ ખાતેની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા જ્યાં પરજ પરનાં ડોક્ટરે અભિષેકને મૃત જાહેર કરતાં તેમનાં પિતા દિનેશજી કાવાજી ડામોરે સાણંદ પોલીસ સ્ટેશન ખાતે જુવાન દુબળાભાઈ વડેરા(રહે. પરોસડા, તા.વિજયનગર, જિ. સાબરકાંઠા) વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ બનાવની જાણ પોલીસને થતા સ્ટાફની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.