મોરબી – કંડલા બાયપાસ પર અકસ્માત
મોરબીના અમરેલી ગામની સીમમાં કારખાનામાં રમતા બાળકને ટ્રેઇલર ચાલકે હડફેટે લેતાં મૃત્યુ
મોરબી : મોરબીનું દંપતી પણ બાઈક લઈને પુષ્પા-૨ ફિલ્મ જોવા જતું હતું
ત્યારે મોરબી – કંડલા બાયપાસ પર કાર ચાલકે બાઈકને ઠોકર મારતા પત્નીની નજર સામે જ
પતિનું મોત થયું હતું.અમરેલી ગામની સીમમાં દોઢ વર્ષનો બાળક કારખાનામાં રમતો હતો.
ત્યારે ટ્રેઇલર ચાલકે બાળકને હડફેટે લેતા મોત થયું હતું.
મોરબીના નાની વાવડી કેનાલ પાસે રહેતા નીમીશભાઈ હરીશભાઈ
માવદીયાએ સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે
ફરિયાદીના ભાઈ કિશન માવદીયા અને ભાભી ચાંદનીબેન બંને બાઈક લઈને અમરેલી ગામની
સીમમાં આવેલ. સિનેમામાં મોરબી – કંડલા બાયપાસ પર પુષ્પા ૨ ફિલ્મ જોવા જતા હતા.
ત્યારે સ્વીફ્ટ કારના ચાલકે બાઈકને ઠોકર મારી હતી બાઈક રોડ કટમાંથી ક્રોસ કરતી
વેળાએ કાર ચાલકે બાઈકને ટક્કર મારતા કિશનભાઈનું મોત થયું હતું. જયારે ચાંદનીબેનને
ઈજા થઇ હતી. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મૂળ એમપીના વતની અને હાલ અમરેલી ગામની સીમમાં દેવદૂત કોટન
નામના કારખાનામાં રહીને મજુરી કરતા વિનોદ માનસિંગ ડાંગી (ઉ.વ.૩૦)નો દોઢ વર્ષનો
દીકરો પીયુષ દેવદૂત કોટન કારખાનામાં રમતો હતો. ત્યારે ટ્રક ટ્રેલર ચાલકે આગળ પાછળ
કે સાઈડમાં જોયા વગર ટ્રક ચલાવતા પીયુષને ઠોકર મારી હતી. જેથી ગંભીર ઈજા પહોંચતા માસૂમ
બાળકનું સ્થળ પર મોત થયું હતું. અકસ્માત સર્જી ટ્રક ટ્રેલર મૂકી ચાલક નાસી ગયો
હતો. મોરબી તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ ચલાવી છે.