હરિયાણાએ અંડર 16 વિજય મર્ચેન્ટ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમની ઘોષણા કરી છે. આ ટીમમાં રાહુલ સોરંગનું નામ પણ સામેલ છે. રાહુલ માટે આ ખુબ જ મોટી ઉપલબ્ધિ છે અને આને તેના કરિયરની શરૂઆત માનવામાં આવે છે. સોરંગે પોતાના પિતાને નાની ઉંમરે જ ગુમાવી દીધા હતા. પરંતુ આજે તે ક્રિકેટમાં પોતાની કારકિર્દી બનાવવાની કોશિશ કરી રહ્યો છે. સોરંગની સફળતામાં ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગની ભૂમિકા મહત્ત્વની રહી છે.
પુલવામા અટેકમાં શહીદ થઈ ગયા હતા રાહુલના પિતા
રાહુલના પિતા વિજય સોરંગ સીઆરપીએફમાં હતા. વર્ષ 2019 માં થયેલા પુલવામા અટેકમાં તેઓ શહીદ થઈ ગયા હતા. આ હુમલા બાદ વીરેન્દ્ર સેહવાગે ટ્વીટ કરીને એલાન કર્યું હતું કે, તે તમામ શહીદોના બાળકોની શિક્ષાનો ખર્ચ ઉઠાવશે. આ તમામ બાળકો તેની જશાળામાં ભણશે અને રહેશે. રાહુલ પણ તે બાળકોમાં સામેલ હતો. વર્ષ 2019માં તે સેહવાગ ઈન્ટરનેશનલ શાળામાં આવ્યો અને ત્યારથી જ શાળામાં રહી રહ્યો છે.
વીરેન્દ્ર સેહવાગની શાળામાં ભણે છે રાહુલ
સેહવાગે અભ્યાસની સાથે સાથે ક્રિકેટ કોચિંગનો ખર્ચ પણ ઉઠાવ્યો હતો. સોરંગને હવે હરિયાણાની અંડર-16 ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. ટ્વિટર પર તસવીર શેર કરતી વખતે સેહવાગે લખ્યું, ‘હું ખૂબ જ ખુશ છું કે પુલવામાના હીરો શહીદ વિજય સોરંગના પુત્ર રાહુલ સોરંગે 2019માં સેહવાગ ઈન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. તે છેલ્લા ચાર વર્ષથી અમારી સાથે છે અને હવે તેની પસંદગી હરિયાણાની અંડર-16 ટીમમાં થઈ છે. આનાથી મને ખૂબ આનંદ થયો છે. આપણા મહાન સૈનિકોનો આભાર.
આ પણ વાંચો: જાણો દેશના બીજા સૌથી લાંબા અમૃતસર-જામનગર એક્સપ્રેસ વે વિશે
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય સૈનિકો પર હુમલો કરવામાં આવ્યો હતો. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી આદિલ અહમદ ડારે 350 કિલો વિસ્ફોટકોથી ભરેલી એસયુવીને બસ સાથે ટક્કર મારી હતી. આ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના 40 જવાનો શહીદ થયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે બસના ટુકડા પણ થઈ ગયા હતા. આ વિસ્ફોટનો અવાજ 10 કિલોમીટરની ત્રિજ્યા સુધી સંભળાયો હતો.